બ્રેકિંગ ન્યુઝ
VTV / This big announcement was made for the farmers in the first meeting of the new Modi cabinet, 23000 crore for health
Hiralal
Last Updated: 07:27 PM, 8 July 2021
ADVERTISEMENT
પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી નવી કેબિનેટની પહેલી બેઠકમાં ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય કરાયો છે. વર્ચ્યુઅલી ધોરણે થયેલી બેઠક બાદ ત્રણ કેન્દ્રીય મંત્રીઓએ પ્રેસ કોન્ફરન્સમાં નવા નિર્ણયની માહિતી આપી.
ADVERTISEMENT
કિસાનોને APMC દ્વારા એક લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે.
કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા તથા ખેલ મંત્રીએ પત્રકાર પત્રકારને સંબોધિત કરી. ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે, કિસાનોને APMC દ્વારા એક લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા કહ્યું કે સ્વાસ્થ્ય સુવિધાઓને મજબૂત કરવા માટે 23000 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવે છે.
એપીએમસીને વધુ મજબૂત બનાવીશુંઃ કૃષિ મંત્રી
કૃષિ મંત્રીએ આગળ કહ્યુ- મોદી સરકાર સતત કિસાનો માટે પગલા ભરતી આવી છે. હું આંદોલન કરનારા કિસાનોને કહેવા ઈચ્છુ છું કે વારંવાર કહેવામાં આવે છે કે નવા કૃષિ કાયદામાં એપીએમસી ખતમ થશે, પરંતુ બજેટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે એપીએમસી ખતમ નહીં પરંતુ મજબૂત બનશે. આજે નિર્ણય લેવામાં આવ્યો છે કે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો ઉપયોગ એપીએમસી (કૃષિ બજાર ઉત્પાદન સમિતિ) પણ કરી શકશે.
હેલ્થ ઇમરજન્સી 23 હજાર કરોડનું પેકેજ
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પત્રકાર પરિષદ દરમિયાન હેલ્થ ઇમરજન્સી માટે 23 હજાર કરોડના પેકેજની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, 8 હજાર કરોડ રાજ્ય સરકારોને આપીશું. દેશમાં 4 લાખથી વધુ ઓક્સિજન બેડ ઉપલબ્ધ છે. આ બેઠક વર્ચ્યુઅલી યોજવામાં આવી અને તેમાં 30 મંત્રી સામેલ હતા. નવી કેબિનેટની ટીમ સાથે પ્રધાનમંત્રીની આ પ્રથમ બેઠક હતી.
કેબિનેટની બેઠકમાં લેવાયેલા મોટા નિર્ણય
- ખેડૂતો માટે 1 લાખ કરોડની સહાયની જાહેરાત
- APMC દ્વારા ખેડૂતોને આ સહાય આપવામાં આવશે
- કોરોના કાળમાં સ્વાસ્થ્ય સુવિધા માટે મોટા પેકાજની જાહેરાત
- 23000 કરોડના ઈમરજન્સી પેકેજની જાહેરાત
- મંડીઓ ખતમ નહીં થાય પરંતુ તેને મજબૂત બનાવાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.