બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પર્યટન સ્થળ દમણમાં ઉમેરાયું વધુ એક મોરપીંછ, જે સહેલાણીઓમાં બન્યું આકર્ષણનું કેન્દ્ર, જાણો વિગત
Last Updated: 09:02 AM, 7 November 2024
રાજ્યમાં આવેલા નાનકડા સંઘપ્રદેશ દમણમાં વધુ એક મોરપંખ ઉમેરાયું છે. હવે દમણ દરિયા કિનારા પાસે નવું પક્ષીઘર શરૂ કરવામાં આવ્યું છે. આ પક્ષીઘરમાં દુર્લભ પક્ષીઓ જોવા મળે છે. અહીં પક્ષીઓ બંધ પિંજરામાં નહીં પરંતુ વિશાળ આકાશમાં ખુલ્લામાં વીહરે છે.
ADVERTISEMENT
600થી વધુ દુર્લભ પક્ષીઓ
પર્યટકોને વિશાળ પાંજરામાં ઉભા રહી અને તેમની આસપાસ ખુલ્લામાં વિહરતા પક્ષીઓને નિહાળવાનો મોકો મળે છે. આ વર્ષે શરૂ થયેલું પક્ષીઘર પર્યટકોને આકર્ષી રહ્યું છે. પક્ષીઘરની ખાસિયતોની વાત કરીએ તો, અંદાજે 3 હેક્ટર વિસ્તારમાં 12 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયું છે. આ પક્ષીઘરમાં દુનિયાના પાંચ ખંડોના દેશોમાંથી 600થી વધુ દુર્લભ પક્ષીઓને રાખવામાં આવ્યા છે.
ADVERTISEMENT
દરિયા કિનારામાં આવેલું આ પક્ષીઘર દેશનું સૌથી મોટું પક્ષીઘર હોવાનું માનમાં આવી રહ્યું છે. પક્ષીઘરમાં રંગબેરંગી અતિ દુર્લભ વિદેશી પક્ષીઓને રાખવામાં આવ્યા છે. સાથે જ આ પક્ષીઓની વિશેષતા બતાવતું માહિતીનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે, આથી લોકો સરળતાથી વિદેશી પક્ષીઓને ઓળખી અને તેમના વિશે જાણી શકે.
આ પણ વાંચો: ચોટીલામાં મહંત યુવાનનું અપહરણ કરીને 10 લાખની ખંડણી માગતા ચકચાર, લોખંડથી માર માર્યો
ગુજરાત, મહારાષ્ટ્ર સહિત આસપાસના વિસ્તારોમાંથી લોકો અહીં મુલાકાત લે છે. આગામી સમયમાંઆ પક્ષીઘરને કારણે દમણના પર્યટન ઉદ્યોગને વધુ ઝડપથી વેગ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.