ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી સતત ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યા છે. એવામાં ટીવી એક્ટર પ્રાચીન ચૌહાણ પર છેડતીનો આરોપ નોંધાયો હોવાનું સામે આવ્યું છે.
એકતા કપૂરની ઘણી સિરિયલ્સમાં દેખાયો પ્રાચીન
વર્ષ 2001માં એકતા કપૂરના શોથી કર્યું હતું ડેબ્યૂ
અર્ચના પાંડે અને છવિ પાંડેને કરી ચૂક્યો છે ડેટ
મુંબઈની મલાડ ઇસ્ટની પોલીસે 3 જુલાઇએ અભિનેતાની ધરપકડ કરી હતી. પીડિતાએ પ્રાચીન સામે છેડતીનો કેસ દાખલ કર્યો છે. પોલીસે કલમ 354,342,323 અને 502 (2) હેઠળ ગુનો નોંધ્યો છે.
એકતા કપૂરની ઘણી સિરિયલમાં દેખાયો પ્રાચીન
પ્રાચીન ઘણા ટીવી શો અને વેબ સિરીઝમાં અભિનય કરી ચૂક્યો છે. પ્રાચીન એકતા કપૂરની ઘણી સિરિયલમાં જોવા મળ્યો છે. અગાઉ પ્રાચીનની જેમ ટીવી એક્ટર પર્લ વી પુરી પર પણ ગંભીર આરોપો લાગ્યા હતા. રેપના આરોપમાં પોલીસે પર્લની ધરપકડ કરી હતી. ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી સતત આવા પ્રકારના ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યા છે. જેથી ફેન્સ પણ હેરાન થઇ ગયા છે.
વર્ષ 2001માં એકતા કપૂરના શોથી કર્યું હતું ડેબ્યૂ
પ્રાચીને કસોટી જિંદગી કી, સિંદૂર તેરે નામ કા અને સ્વેગ જેવી સિરિયલમાં ઍક્ટિંગ કરી છે. વર્ષ 2001માં 42 વર્ષીય પ્રાચીને એકતા કપૂરના શો કુટુંબથી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ પ્રાચીને કસોટી જિંદગી કી સિરિયલમાં સુબ્રતો બોસનું પાત્ર ભજવ્યો હતો. પ્રાચીન લવ મેરેજ, કુછ જુકી પલકે, છોટી બહુ, લાલ ઈશ્ક, યે હે આશિકી અને સાત ફેરે જેવી અનેક સિરિયલમાં એક્ટિંગ કરી ચૂક્યો છે.
વર્ષ 2009માં, પ્રાચીને કલર્સના રિયાલિટી શો "માતા પિતા કે ચરણો મે સ્વર્ગ"માં લીડ રોલ પ્લે કર્યો હતો. આ શોમાં પ્રાચીએ ખૂબ લોકપ્રિયતા મેળવી હતી. તે અગાઉ શાદી મુબારક શોમાં પણ જોવા મળ્યો હતો. પ્રાચીન વેબ સિરીઝ SITમાં છવિ મિત્તલ અને કરણ વી ગ્રોવર સાથે જોવા મળ્યો હતો. પ્રાચીન અર્ચના પાંડે અને છવિ પાંડેને ડેટ કરી ચૂક્યો છે.