બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / this 50 paise coin can make you a millionaire overnight know everything in details

કમાણી / તમારી પાસે માત્ર 50 પૈસા હશે રાતોરાત બની જશો લખપતિ, જાણીને તમે પણ ચોંકી જશો

Noor

Last Updated: 11:10 AM, 5 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વખત આપણે કેટલીક વસ્તુઓને નકામી સમજી લઈએ છીએ, પરંતુ પછી જ એ જ વસ્તુઓ કામની સાબિત થાય છે અને જોરદાર કમાણી પણ કરાવે છે. અમે એવી જ જૂની નોટો અને સિક્કાઓની વાત કરી રહ્યાં છે. ચાલો જાણીએ.

  • જૂના સિક્કાના શોખીન લોકો માટે સારાં સમાચાર
  • 50 પૈસાનો સિક્કો તમને બનાવી શકે છે લખપતિ
  • આ રીતે તમારો સિક્કો વેચીને કરો કમાણી

જૂના સિક્કાના શોખીન લોકો આ સિક્કોઓથી લખપતિ કે કરોડપતિ પણ બની શકે છે. જો તમારી પાસે 50 પૈસાનો આ ખાસ સિક્કો છે તો તમે પણ લખપતિ બની શકો છો. 

ઘરે બેઠા લખપતિ બનવા માટે તમારી પાસે એક સ્માર્ટફોન કે કોમ્પ્યૂટર અને વર્ષ 2011માં બહાર પાડવામાં આવેલા 50 પૈસાના સિક્કાની જરૂર છે. આટલું હશે તો તમે લખપતિ બની જશો. બીજી જે વસ્તુની જરૂર પડશે તે છે કે OLX પર લૉગિન કરવું પડશે. OLX ઓનલાઇન માર્કેટપ્લેસ છે જ્યાં તમે ચીજવસ્તુઓ ખરીદી અને વેચી શકો છો.

હકીકતમાં OLX પર વર્ષ 2011માં બહાર પાડવામાં આવેલા આ 50 પૈસાના સિક્કાની ડિમાન્ડ છે. આ સિક્કા માટે લોકો એક લાખ રૂપિયા આપવા તૈયાર છે. નોંધનીય છે કે, સરકારે વર્ષ 2011થી 50 પૈસાના સિક્કા બહાર પાડવાનું બંધ કરી દીધું હતું. આ જ વર્ષનો આ સિક્કો છે જ્યારે સરકારે 25 પૈસાના સિ ક્કાને ચલણમાંથી બહાર કરી દીધો હતો. તમને જણાવી દઈએ કે, 25-50 પૈસાનું ચલણ 2011થી ખતમ થઈ ગયું હતું. પણ હવે આ બેકાર સિક્કો તમને લખપતિ બનાવી શકે છે. 

કેવી રીતે વેચશો?

તમારે આ સિક્કાને વેચવા માટે OLX સાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ તમે તેના પર પોતાની પાસે રહેલાં સિક્કાની તસવીર અપલોડ કરો અને તેને સેલ માટે મૂકી દો. જો કોઈની નજર તમારી જાહેરાત પર પડે છે તો એ તમારા કોઈનને ખરીદવામાં ઇન્ટરેસ્ટ ધરાવે છે, એટલે એ તમને સંપર્ક જરૂર કરશે. ઓનલાઈન પેમેન્ટના બાદ તમે સિક્કાને કુરિયરના માધ્યમથી ખરીદનાર વ્યક્તિને મોકલાવી શકશો.

જોકે, આ મામલામાં દરેક બાબતની તપાસ કરવી જરૂરી છે. વધુ નાણાં મેળવવાની લાલચમાં પહેલાં કોઈને કોઈ રીતે પેમેન્ટથી બચવું જોઈએ. આ પ્રકારના મામલામાં છેતરપિંડીના અનેક મામલા સામે આવ્યા છે. જેથી કોઈ પ્રકારના ફ્રોડમાં ફસાવાથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ. હાલના સમયમાં નોટો અને સિક્કાઓને લઈને માર્કેટમાં ઘણાં પ્રકારના ન્યૂઝ ચાલી રહ્યાં છે જે ભ્રામક હોય છે.

સંકળાયેલા મુદ્દાઓ

50 paise coin Details millionaire Income
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ