બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Video: 18 વર્ષની આ મહિલા ખેલાડીએ રચ્યો ઇતિહાસ, વિશ્વ લેવલે વગાડ્યો ડંકો, કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ
Last Updated: 02:31 PM, 11 December 2024
ભારતમાં રમાઈ રહેલ ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ, સિનિયર વિમેન્સ ODI ટ્રોફીમાં એક 18 વર્ષની છોકરીએ ઈતિહાસ રચ્યો છે. આ ખેલાડી લિસ્ટ A ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર બેટર બની ગઇ છે. ઉત્તરાખંડ અને નાગાલેન્ડની ટીમો વચ્ચે રમાયેલી મેચમાં આ રેકોર્ડ બન્યો હતો. આ પહેલા આ રેકોર્ડ શ્વેતા સેહરાવતના નામે હતો. આ વર્ષની શરૂઆતમાં શ્વેતા સેહરાવતે પણ બેવડી સદી ફટકારી હતી.
ADVERTISEMENT
Double Delight ✌️
— BCCI Women (@BCCIWomen) December 10, 2024
2⃣0⃣2⃣* runs
1⃣3⃣7⃣ balls
2⃣7⃣ fours
2⃣ sixes
Uttarakhand's Neelam Bhardwaj registered the second-highest individual score in Senior Women’s One Day Trophy against Nagaland at Ahmedabad 🔥
Watch 📽️ snippets of her innings 🔽#SWOneday | @IDFCFIRSTBank pic.twitter.com/RhW6uOBHau
ADVERTISEMENT
ઉત્તરાખંડની ક્રિકેટર નીલમ ભારદ્વાજે ભારતીય ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. તે લિસ્ટ A ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારી સૌથી યુવા ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે. તેને નાગાલેન્ડ સામે રમાયેલી મેચમાં માત્ર 137 બોલમાં અણનમ 202 રન માર્યા હતા. આ દરમિયાન નીલમ ભારદ્વાજે 27 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. નીલમ વન ડાઉનમાં રમવા ઉતરી હતી. જેમાં તેને 147.45ની સ્ટ્રાઈક રેટથી રન માર્યા હતા.
નીલમ ભારદ્વાજ ભારતની બીજી એવી ખેલાડી છે જેને લિસ્ટ A ક્રિકેટમાં બેવડી સદી ફટકારી હોય. નીલમ ભારદ્વાજ પહેલા શ્વેતા સેહરાવતે દિલ્હી તરફથી રમતા જાન્યુઆરી 2024માં નાગાલેન્ડ સામે બેવડી સદી ફટકારી હતી. શ્વેતાએ 150 બોલમાં 242 રનની ઇનિંગ રમી હતી. તેને આ ઇનિંગમાં 31 ફોર અને 7 સિક્સર મારી હતી. શ્વેતા સેહરાવતે 19 વર્ષની ઉંમરમાં આ બેવડી સદી ફટકારી હતી. પરંતુ થોડા જ મહિના બાદ નીલમ ભારદ્વાજે આ રેકોર્ડ તોડી નાખ્યો છે.
આ મેચમાં ઉત્તરાખંડે ફર્સ્ટ ઇનિંગમાં મોટો સ્કોર બનાવ્યો હતો. ઉત્તરાખંડની ટીમે 50 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 371 રન કર્યા હતા. નીલમ ઉપરાંત નંદિની કશ્યપે પણ શાનદાર ઇનિંગ રમી હતી. નંદિનીએ 79 બોલમાં 81 રન બનાવ્યા હતા. સાથે કંચન પરિહારે પણ 52 બોલમાં અણનમ 53 રન બનાવ્યા હતા. આ ટાર્ગેટને હાંસિલ કરવા ઉતરેલી નાગાલેન્ડની ટીમ 47 ઓવરમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. નાગાલેન્ડની ટીમ માત્ર 112 રન જ બનાવી શકી હતી. જેથી ઉત્તરાખંડે 259 રનના અંતરથી મેચ જીતી લીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ક્રિકેટમાં જગતમાં ચર્ચા / કોહલી અને પંત રમશે રણજી ટ્રોફી, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા લેવાયો મોટો નિર્ણય
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT