બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:40 PM, 4 September 2024
Thirty officers Hanged in North Korea : ઉત્તર કોરિયાથી ફરી એકવાર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને પોતાના દેશના 30 વરિષ્ઠ અધિકારીઓને ફાંસી આપી છે. પ્રાથમિક વિગતો મુજબ તેમનો દોષ એ હતો કે, તેઓ દેશને ભયંકર પૂરથી બચાવી શક્યા નહીં, જેનાથી ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન નારાજ થયા. આ પૂરે ચાંગંગ પ્રાંતના ઘણા ભાગોમાં તબાહી મચાવી હતી જેમાં 4000થી વધુ લોકો માર્યા ગયા હતા.
ADVERTISEMENT
દક્ષિણ કોરિયાના ન્યૂઝ આઉટલેટના રિપોર્ટ અનુસાર અધિકારીઓએ કહ્યું કે, જે લોકોના મોતનું કારણ બને છે તેમને સખત સજા આપવામાં આવશે. સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર કિમ જોંગે તે તમામ લોકોને સજા આપવાનું કહ્યું છે કે જેઓ આ દુર્ઘટનામાં પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી શક્યા નથી. ગયા મહિને પણ પાર્ટીના 20-30 અગ્રણી લોકો માર્યા ગયા હતા. ચાંગાંગ પ્રાંતના બરતરફ પાર્ટી સેક્રેટરી કાંગ બોંગ હૂંને પણ પકડી લેવામાં આવ્યા છે.
ઘણા રાજ્યોમાં ઈમરજન્સી જાહેર
ADVERTISEMENT
મહત્વનું છે કે, આ વખતે ઉત્તર કોરિયામાં પૂર વિનાશક સાબિત થયું. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 4000થી વધુ લોકોના મોત થયા છે. આટલી મોટી દુર્ઘટના બાદ કિમ જોંગે પોતે પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. તેના કેટલાક વીડિયો પણ વાયરલ થયા હતા. જોકે મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, બાળકો, વૃદ્ધો અને અપંગ સૈનિકો સહિત 15,400 થી વધુ લોકોને પૂરમાંથી બચાવી લેવામાં આવ્યા છે અને સુરક્ષિત સ્થાનો પર રાખવામાં આવ્યા છે.
વધુ વાંચો : ઘરમાં કબાટ ખોલતા જ કપડા નીચે પડે છે? આ ટિપ્સ આપશે ઝંઝટમાંથી મુક્તિ
સર્વોચ્ચ નેતાએ કહ્યું કે, પૂર પ્રભાવિત વિસ્તારોને સામાન્ય થવામાં 3 મહિના જેટલો સમય લાગશે. ઉત્તર કોરિયાના ઘણા રાજ્યોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે, પૂરના કારણે મૃત્યુઆંક 1000-1500થી વધુ હોવાની આશંકા છે જેના પર કિમ જોંગ ઉને વાંધો ઉઠાવ્યો હતો પરંતુ બાદમાં જ્યારે તેમણે પોતે નિરીક્ષણ કર્યું તો વાસ્તવિક આંકડાઓ સામે આવ્યા. ત્યારે કિમ જોંગે આવા સમાચારોને પોતાની બદનામી સમાન ગણાવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી / અમેરિકાની ચૂંટણીમાં ભારતના 'નાચો નાચો'ની ધમાલ, કમલા હેરિસનો મજેદાર વીડિયો વાયરલ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.