બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / જૂની કાર વેચવાનું વિચારી રહ્યા છો? તો કરો આ કામ, તમને મળશે ધાર્યા કરતા વધારે ભાવ
Last Updated: 07:38 PM, 18 June 2024
માર્કેટમાં જૂની કારની ડિમાન્ડ વધી રહી છે. જૂની કાર મોટા પ્રમાણમાં વેચાઈ રહી છે.જો તમે તમારી જૂની કાર વેચવાનું વિચારી રહ્યા છો. અને તેની સારી કીંમત મેળવવા ઈચ્છો તો, કેટલીક ટિપ્સ અપનાવી જોઇએ. અહીંયા જણાવેલી ટિપ્સ અપનાવવાથી જૂની કારની વધુ કીંમત મળી શકે છે.
ADVERTISEMENT
એન્જિન સર્વિસ
ADVERTISEMENT
જૂની કાર વેચતા પહેલા એન્જિનની સર્વિસ કરાવી લેવી જોઈએ. અનેક લોકો કાર વેચતા પહેલા એન્જિન ચેક કરવાનું ભૂલી જાય છે. જો તમારી કાર ખરીદનાર એન્જિન ચેક કરે અને તેમાં તેને કોઈ ખામી દેખાય તો તમને સારી કીંમત મળતી નથી.
બોડી પેઈન્ટ
જો જૂની કાર વેચવાનુ વિચારી રહ્યા છો તો કારને પેઈન્ટ કરવાનું ક્યારેય ના ભૂલો. કાર ખરીદનાર વાહનના પેઈન્ટ પર ખૂબ ધ્યાન આપે છે. જો તમારી કારનું પેઈન્ટ સારું હશે તો કીંમત પણ સારી મળશે.
ઈન્ટીરિયર
જૂની કારની સારી કીંમત મેળવવા માટે ગાડીની બહારની સાથે અંદરનો લુક પણ એટ્રેક્ટિવ હોવો જોઇએ. આ માટે તમારે કારના ઈન્ટીરિયર પર પણ ધ્યાન આપવું જોઈએ. જો ઈન્ટીરિયર સરખું કરાવી લીધુ હોય અને તેમાં થોડો ઘણો ખર્ચો કરાવો છો તો સારી કીંમત મળી શકે છે.
ડૉક્યૂમેટ્સ
જ્યારે તમે કાર વેચવાનું મન બનાવી લીધું હોય તો કારના તમામ ડૉક્યૂમેટ્સ તૈયાર રાખવા જોઈએ. વેચાણ વખતે કારના ડૉક્યૂમેટ્સ કમ્પ્લેટ હોય તો એક્સ્ટ્રા રકમ મળી શકે છે.
વાંચવા જેવું: જૈન સમાજની મૂર્તિઓ ખંડિત થવા મામલે વિરોધ યથાવત, જિનપ્રેમ વિજયજી મહારાજની કડક કાર્યવાહીની માગ
સર્વિસ રેકોર્ડ
કારની સર્વિસ રેકોર્ડ એ દર્શાવે છે કે ગાડીમાં કોઈ મોટી સમસ્યા નથી. જો કારનું સર્વિસ રેકોર્ડ સાથે હોય પૂરેપૂરી સંભાવના છે કે, તેની કીંમત સારી મળે છે. સર્વિસ રેકોર્ડ ગેરન્ટી કાર્ડની માફક કામ કરે છે. તેનાથી મનગમતી કીંમત મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.