બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:41 PM, 21 June 2024
મ્યૂચુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં રોકાણ વધ્યું છે. અહીંયા કરેલા રોકાણમાં જોખમ હોય છે છતાં લોકો મોટા પ્રમાણમાં મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છે. કેમ કે, અહીંયા રિટર્ન સારું મળે છે. SIP કોઈ એક પ્રકારની નથી હોતી, તેના અનેક પ્રકાર હોય છે. SIPની અલગ અલગ સુવિધાના કારણે મ્યૂચુઅલ ફંડમાં ઇન્વેસ્ટ લગાતાર વધી રહ્યુ છે. આજે આપણે SIPના અલગ અલગ પ્રકાર વિશે વાત કરીશું.
ADVERTISEMENT
રેગ્યુલર SIP
રેગ્યુલર SIP એક સામાન્ય ચોઇસ છે. જેમાં લોકો નક્કી કરેલા સમયગાળામાં(જેમ કે, 1 કે 3 મહિનામાં)ચોક્કસ રકમ ઇન્વેસ્ટ કરે છે. રેગ્યુલર SIP એ લોકો માટે બેસ્ટ વિકલ્પ છે જેમની ઇન્કમ સ્થિર છે કે જે લાંબા સમય સુધી રોકાણ કરવા માંગે છે.
ADVERTISEMENT
સ્ટેપ-અપ SIP
આ SIPમાં લોકો વખતો વખત રોકાણની રકમ વધારી શકે છે. આ વિકલ્પ તે લોકો માટે બેસ્ટ છે જેઓની ઇન્કમ વધવાની હોય છે કે પછી તેમના રોકાણમાં તેજી લાવવા ઈચ્છે છે.
ADVERTISEMENT
ફ્લેક્સિબલ SIP
આ SIPના વિકલ્પમાં તમને માર્કેટના ઉતાર ચઢાવ મુજબ રોકાણ કરવાની આઝાદી મળે છે. તેમાં રોકાણ કરવાની રકમ અગાઉ નક્કી કરેલ ફોર્મ્યુલા મુજબની હોય છે. જેમાં માર્કેટ ડાઉન થવા પર વધુ અને માર્કેટ અપ જાય ત્યારે રોકાણ ઓછુ કરવાની પરમિશન આપે છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ આમ જનતાને મોંઘવારીનો વધુ એક માર, ડુંગળી બાદ હવે ટામેટા રડાવશે! ભાવ 100 રૂપિયાને પાર
ટ્રિગર SIP
ADVERTISEMENT
SIPના આ વિકલ્પમાં રોકાણકારને પહેલાથી નક્કી કરેલ ટ્રિગરના આધારે SIPનો હપ્તો શરૂ કરવાની પરમિશન આપવામાં આવી હોય છે. તે માર્કેટની સ્થિતિ જેમ કે, સ્પેસિફિક ઈન્ડેક્સ લેવલ કે કોઈ ફંડના પર્ફોમન્સ પર આધારિત હોઇ શકે છે. જ્યારે ટ્રિગરની સ્થિતિ પૂર્ણ થઈ જાય છે ત્યાર બાદ આપોઆપ ઇન્વેસ્ટ શરૂ થઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.