બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરવાનું વિચારો છો? જાણો કઈ બેંક આપે છે વધારે વ્યાજ
Last Updated: 11:47 AM, 4 August 2024
સામાન્ય રીતે જે લોકો રોકાણ કરવાનું વિચારે છે એ લોકો સૌથી પહેલા ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરે છે કારણ કે અ રોકાણમાં કોઈ રિસ્ક રહેતું નથી, એવામાં હાલના દિવસોમાં દેશની ઘણી બેંકોએ ફિક્સ ડિપોઝિટ એટલે કે FD પર વ્યાજ વધાર્યું છે.
ADVERTISEMENT
જાણીતું છે કે RBIની મોનેટરી પોલિસી પર નિર્ણય 8 ઓગસ્ટે આવશે અને આ પહેલા પણ ઘણી બેંકોએ FD પર વ્યાજ વધાર્યું છે. એવામાં જો તમે પણ રોકાણ કરવા માંગો છો તો એ પહેલા આ બેંકોની ફિક્સ ડિપોઝિટ પર મળતા વ્યાજ દર વિશે જાની લેવું જોઈએ.
ADVERTISEMENT
બેન્ક ઓફ ઈન્ડિયા
BOIએ ફિક્સ્ડ ડિપોઝિટના દરમાં વધારો કર્યો છે. બેંક 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD ઓફર કરે છે અને આ વ્યાજ 3 કરોડ રૂપિયા સુધીની FD પર ઉપલબ્ધ છે. સુપર સિનિયર સીટીઝને બેંક ઓફ ઈન્ડિયા 3 ટકાથી 8.30 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે.
પંજાબ નેશનલ બેંક
PNBએ ફિક્સ ડિપોઝિટના વ્યાજદર વધારવાની જાહેરાત કરી છે. PNB સામાન્ય ગ્રાહકોને 7 દિવસથી 10 વર્ષ સુધીની FD ઓફર કરે છે. બેંક FD પર 3.50 ટકાથી 7.25 ટકા સુધી વ્યાજ આપી રહી છે. તે જ સમયે, તે વરિષ્ઠ નાગરિકોને 4 ટકાથી 7.75 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. બેંક સુપર વરિષ્ઠ નાગરિકો (80 વર્ષથી વધુ ઉંમરના)ને 8.10 ટકા સુધી વ્યાજ આપી રહી છે.
ICICI બેંક FD દરો
ICICI બેંક સામાન્ય ગ્રાહકો માટે 3% થી 7.20% સુધીની FD પર વ્યાજ ઓફર કરે છે, જે 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની વિવિધ મુદત પર લાગુ થાય છે.
HDFC બેંક
HDFC બેંક સાત દિવસથી દસ વર્ષ સુધીની FD પર 3% થી 7.4% સુધીના વ્યાજ દર ઓફર કરે છે. સામાન્ય ગ્રાહકો માટે 7.40% અને વરિષ્ઠ નાગરિકો માટે 7.90% છે, જે 4 વર્ષ અને સાત મહિનાથી 55 મહિનાની મુદતવાળી થાપણો માટે લાગુ પડે છે.
SBI FD રેટ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સામાન્ય ગ્રાહકો માટે 3.50% થી 7.00% સુધીના ફિક્સ્ડ ડિપોઝિટ દર ઓફર કરે છે, જે 7 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે લાગુ પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.