બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ગીઝર ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો પહેલા આ 3 બાબતોનું ખાસ ધ્યાન રાખજો, નહીંતર હેરાન થઇ જશો
Last Updated: 09:31 PM, 13 November 2024
ADVERTISEMENT
ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ છે, આથી ગીઝરની માંગ પણ વધી જાય છે. જો તમે પણ ગીઝર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને કેટલીક બાબત વિશે જણાવશુ. જેથી તમારે તે સમજવું સરળ થઈ જશે કે કયું ગીઝર ખરીદવું જોઈએ? એનાથી તમારે વધુ ખર્ચ પણ નહીં થાય અને પાછળથી પસ્તાવું પણ નહીં પડે.
ADVERTISEMENT
તમે ગીઝર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો સૌથી પહેલા તમારે તેનું સ્ટાર રેટિંગ ચેક કરવું જોઈએ. તેની મદદથી તમારી વીજળી ઓછી વપરાશે. કંપની દ્વારા વધુ સ્ટાર્સ આપવામાં આવ્યા હોય, તો વીજળી ઓછી વપરાય છે. જો ગીઝરમાં માત્ર એક કે બે સ્ટાર હોય તો તેમાં વધુ પાવર વપરાય છે. જેની અસર તમારા બિલ પર પડે છે. બને ત્યાં સુધી વધુ સ્ટારવાળું ગીજર ખરીદવું.
ગીઝર અલગ-અલગ સાઈઝના હોય છે, જેને તમે તમારી સુવિધા અનુસાર પસંદ કરી શકે છે. જો તમારા પરિવારના વધુ સભ્યો હોય તો તમારે થોડું મોટું ગીઝર ખરીદવું જોઈએ. નાનો પરિવાર હોય તો નાનું ગીઝર ખરીદવું જોઈએ.
જો એક જ વ્યક્તિ હોય તો 3 થી 6 લિટરનું ગીજર, 2 વ્યક્તિઓ હોય તો 8 થી 15 લિટરનું ગીજર, 4 વ્યક્તિઓ હોય તો 15 થી 25 લિટરનું ગીજર અને 4થી વધુ સભ્યો હોય તો 25 લિટર કે તેથી વધુ લીટરનું ગીજર લેવું જોઈએ.
કોઈપણ ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટની માફક ગીઝર ખરીદતા પહેલા પણ તેની બ્રાન્ડ વિશેની માહિતી લેવી જરૂરી છે. કસ્ટમરના રિવ્યૂ તપાસવાની ખાતરી કરો. કઈ બ્રાન્ડ કઈ સર્વિસ પૂરી પાડે છે, ગેરંટીનો સમયગાળો શું છે, ગેરંટી પૂરી થયા બાદ કસ્ટમર સર્વિસ કેવી છે જેવી માહિતી મેળવો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સુપરહિટ રિચાર્જ પ્લાન / 49 કરોડ Jio યુઝર્સનું ટેન્શન દૂર, ડેટા લવર્સ માટે 90 દિવસનો સુપરહિટ રિચાર્જ પ્લાન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.