Wednesday, June 26, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

અમદાવાદમાં રિક્ષામાં બેસતા વિચારજોઃ કંપારી છોડાવી દે તેવી મોડસ ઑપરેન્ડી આવી સામે 

અમદાવાદમાં રિક્ષામાં બેસતા વિચારજોઃ કંપારી છોડાવી દે તેવી મોડસ ઑપરેન્ડી આવી સામે 
અમદાવાદના માનવ તસ્કરી કેસમા નવા ખુલાસા સામે આવ્યા છે. આ ટોળકીએ પાંચ સગીરાનુ વેચાણ કર્યુ હોવાનુ તપાસમા ખુલ્યુ. સાથે માનવ તસ્કરીના માસ્ટર માઈન્ડ માયા અને પ્રકાશને એચઆઈવી ગ્રસ્ત હોવાનુ ખુલતા તપાસમા નવો વળાંક આવ્યો. અને પોલીસે તેમના ઈલાજને લઈને કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસ ગીરફતમા આવેલા બે શખ્સો માયાના સાગરીતો છે. શૈલેદ્ર ઉર્ફે જયભોલે અને આનંદ શર્મા બન્ને મધ્યપ્રદેશના રહેવાસી છે. જ્યારે હાલ વટવામા રહે છે. આ બન્ને શખ્સો માનવ તસ્કરીમા સંડોવાયેલા છે. વટવાથી ઘોડાસરની વચ્ચે રિક્ષા ચલાવીને સગીરાને રિક્ષામા બેસાડીને તેમનું અપહરણ કરીને માયા સુધી પહોંચાડતા હતા. જેના બદલામા તેમને 10 હજાર રૂપિયા મળતા હતા. જ્યારે પ્રકાશ લગ્ન ઇચ્છુક યુવકોનો સંપર્ક કરીને સગીરાનો સોદો કરાવતો હતો. માયા સગીરાઓને વેચીને લાખો રૂપિયા કમાતી હતી. જે પ્રકાશ અને માયા ભાગમાં વહેચી દેતા હોવાનુ ખુલ્યુ છે.

માનવ તસ્કરીની તપાસમા ચૌકાવનારો ખુલાસો એ સામે આવ્યો છે કે માયાએ પાંચ સગીરાને વેચી દીધી છે. બોટાદ ભાવનગર અને ડાકોરમા સગીરાઓને વેચી હોવાનુ ખુલતા પોલીસે સર્ચ ઓપરેશન કર્યુ પરંતુ હજુ કોઈ સફળતા મળી નથી. આ તપાસની વચ્ચે જ્યારે માયા અને પ્રકાશ એચઆઈવી ગ્રસ્ત હોવાનુ ખુલતા પોલીસ મુઝવણમાં મુકાઈ છે. હાલમા માયા અને પ્રકાશનો ઈલાજ કરવામા આવી રહ્યો છે.

માનવ તસ્કરીમા રેકેટમા સગીરાઓને વેચી દેવાની સાથે મા-બાપ દિકરીઓનુ વેચાણ કરી રહ્યા હોવાનો કિસ્સો પણ સામે આવ્યો છે. ત્યારે પોલીસે સગીરાનુ વેચાણ કરી દેતા મા-બાપ વિરૂધ્ધ કાર્યવાહી કરશે કે નહીં તે સવાલ છે. પરંતુ માનવ તસ્કરીના રેકેટમા અનેક સગીરાઓ હજુ પણ લાપતા છે. ખરેખર જલ્ધી અને વિશ્વાની જેમ આ સગીરાઓ પણ પોલીસ ચોપડે ગુમ રહેશે કે તેમની ભાળ મળશે કે શું તે પણ એક સવાલ છે.

અમદાવાદ ઝોન 6 દ્વારા માનવ તસ્કરી ગેંગના પર્દાફાશ કર્યા છે ત્યારે ઈસનપુર પોલીસે આ ગેંગના મુખ્ય સુત્રધાર મહીલા આરોપી માયા સથવારાની કઢવાડાથી ધરપકડ કરી છે. આરોપી માયા સથવારાએ લગભગ દોઢ વર્ષ પહેલાં મણીનગમાં શ્રીધર એપાર્ટમેન્ટમાં રહેતી કિશોરીનું સવારે રીક્ષામાં બેસાડી અપહરણ કરી લઈ ગઈ હતી. કિશોરીના પરીવાર જનોએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હતી અને ફરીયાદના આધારે તપાસ ચાલુ કરતા આખરે ઈસનપુર પોલીસને ગેંગના મુખ્ય સુત્રધાર સુધી પહોંચવામાં સફળતા મળી છે. 

માર્ચ 2017ના રોજ કિશોરી સવારે મંદિર જતી હતી તે સમય દરમ્યાન સોસાયટીની બહાર બે અજાણ્યા શખ્સો રીક્ષા લઈને આવીને કિશોરીને રીક્ષામાં બેસાડીને અલગ-અલગ જગ્યાએ ફેરવી હતી. ત્યારબાદ માયા અને તેના ખાસ સાગરીત પ્રકાશ મરાઠીએ સાથે મળીને કિસોરીને સૌથી પહેલાં રામોલમાં એક ફ્લેટની અંદર ગોંદી રાકી હતી અને તેની સાથે બળજભરી પૂર્વક મારઝુડ કરી દારુ સીગરેટ જેવા વ્યસનો કરાવ્યા હતા. 

આરોપી માયા સથવારા આ કિસોરીના ખોટા ડોક્યુમેન્ટ બનાવી અલગ અલગ જગ્યાએ વેચી પૈસા કમાવવાનો એક સ્ત્રોત બનાવ્યો હતો. માયાએ કિશોરીના જુદા જુદા ડોક્યમેન્ટ બનાવી બોટાદ ભાવનગર અને ડાકોર આમ ત્રણ અલગ અલગ જગ્યાએ લગ્ન કરાવી સામેની પાર્ટી પાસેથી પૈસા લેતી હતી. 

પીડીતાની માતાએ મીડીયા સમક્ષ જણાવ્યુ હતું કે માયાએ તેની દીકરીને 1.80 લાખ રૂપીયામાં વેચી હતી. માયા આ કિશોરીને માનસીક રીતે અસ્વસ્થ કરી નાખી હતી. છેલ્લે કિશોરીને ભાવનગરમાં વેચી હતી. ભાવનગરમાં કિશોરીને લેનાર વ્યક્તીએ તેની સારવાર કરાવી હતી. સારવાર બાદ કિશોરીને ભાન આવ્યુ અને તેણે જણાવ્યુ કે તે અમદાવાદના મણીનગર વિસ્તારમાં રહે છે. તેનુ અપહરણ કરવામાં આવ્યુ છે અને તે તેના માતા પિતાતી દુર છે ત્યારે તેને ભાવનગરથી અમદાવાદ લાવવમાં આવી હતી. 23 જુનના રોજ કિશોરી અમદાવાદ આવી હતી. 

કિશોરી ઘરે આવ્યા બાદ પરીવાર જનોએ તેને પુછ્યુ કે તેને કઈ કઇ જગ્યાએ લઈ જવાઇ હતી ત્યારે તેણે પરીવારજનોને સાથે રાખીને બતાવ્યુ કે અપહરણ કર્યા પછી નિકોલમાં લઈ જવાઇ ત્યારબાદ 4 મહીના તેને રામોલમાં એક ફ્લેટમાં ગોંદી રાખવામાં આવી હતી. 

કિશોરીનું કહેવું છે કે મારી સાથે બીજી ત્રણથી ચાર છોકરીઓ હતી. હાલમાં ઈસનપુર પોલીસે માયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કોર્ટે 7 તારીખ સુધીના રીમાન્ડ મંજુર કર્યા છે. રીમાન્ડ બાદ માયા સાથે જોડાયેલા સાગરીતોનો પણ પર્દાફાશ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. એટલુ જ નહીં અત્યાર સુધીમાં કેટલી કિશોરીઓનુ અપહરણ કરી લે-વેચનુ કામ કરતી હતી તેના પણ ચોંકવનારા ખુલાસા થઇ શકે છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ