બ્રેકિંગ ન્યુઝ
VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / think twice befor you eat panipuri or street food
Kinjari
Last Updated: 11:12 AM, 13 November 2021
ADVERTISEMENT
.બહારનું ફૂડ ભેળસેળવાળું
બહાર જ્યારે પણ તમે જમવા જાઓ છો ત્યારે તે પ્યોર નથી હોતું ઉપરાંત તેમાં કેટલીકવાર કીડા મકોડા પણ જોવા મળ્યા છે. માર્કેટમાં નીકળ્યા હોવ તો પાણીપુરીની લારી જોઇને જીભ પર કંટ્રોલ રહેતો નથી. પાણીપુરી ખાતા પહેલા હાઇજીનનું ધ્યાન જરૂર રાખજો કારણ કે આ તસવીર તમારુ મગજ હલાવી દેશે.
ADVERTISEMENT
પાણીપુરીમાં નીકળી ઇયળ
પાણીપુરી ખાતા સમયે હાઇજીનને નજરઅંદાજ ન કરવી જોઇએ. સોશ્યલ મીડિયા પર એક તસવીર ખુબ વાયરલ થઇ રહી છે. જેમાં જોઇ શકાય છે કે પાણીપુરીમાં એક ઇયળ છે અને ડુંગળી પણ છે. ઇયળ જોયા બાદ એક સવાલ એવો થયો જ હશે કે તમે શું લારી પર પાણીપુરીની અંદર કંઇ જોઇ શકો છો ખરા?
તે એકદમ સ્પષ્ટ છે કે પાણીપુરી ખાતી વખતે સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તમને ફૂડ પોઈઝનિંગ, પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો કે, ઈન્ટરનેટ યુઝર્સ આ તસવીર પર વિવિધ રીતે કોમેન્ટ કરી રહ્યા છે, પરંતુ ભવિષ્યમાં પાણીપુરી ખાતા પહેલા તેની અંદર ચોક્કસ જોઈ લેવું જોઈએ, આસપાસ કોઈ ઇયળ તો નથી ફરતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.