બ્રેકિંગ ન્યુઝ
VTV / things will change from 1 november 2020 lpg price indane gas booking number
Bhushita
Last Updated: 06:47 AM, 30 October 2020
ADVERTISEMENT
1. OTP વગર ગેસ સિલિન્ડર નહીં લઈ શકો
નવા મહિનાની 1 તારીખથી એલપીજી ગેસ સિલિન્ડરની ડિલિવરીને લઈ નવી સિસ્ટમ જાહેર કરવામાં આવી છે, ત્યારબાદ હવે તમે OTP વગર ગેસ સિલિન્ડર નહીં લઈ શકો. આ સાથે ઈન્ડેન ગેસે પણ સિલિન્ડર બુકિંગનો નંબર ચેન્જ કર્યો છે, તો પહેલી તારીખ આવતા પહેલાતમે આ તમામ ફેરફાર વિશે જાણી લો, જેથી તમને કોઈ પરેશાની ના થાય.
ADVERTISEMENT
2. 1 નવેમ્બરથી પહેલા અપડેટ કરાવી લો પોતાનો મોબાઈલ નંબર
તમને જણાવી દઈએ કે, નવી સિલિન્ડર ડિલિવરી પોલીસીમાં એવા કસ્ટમર્સની મુશ્કેલી વધી જશે, જેમનું એડ્રેસ ખોટું છે અને મોબાઈલ નંબર ખોટો છે, તો આ કારણે આવા લોકોની ગેસ સિલિન્ડર ડિલિવરી રોકાઈ શકે છે. ઓઈલ કંપનીઓ તરફતી તમામ ગ્રાહકોને સલાહ આપવામાં આવી છે કે, તે પોતાનું નામ, એડ્રેસ અને મોબાઈલ નંબર અપડેટ કરાવી લે. જેથી તમને સિલિન્ડરની ડિલિવરી મેળવવા કોઈ પરેશાનીનો સામનો ના કરવો પડે. જોકે, આ નિયમ કોમર્શિયલ એલપીજી સિલિન્ડર માટે લાગુ નહીં થાય.
3. Indane ગેસે બદલ્યો બુકિંગ નંબર
જો તમે ઈન્ડેન ગ્રાહક છો તો, હવે તમે જુના નંબર પર ગેસ બુકિંગ નહીં કરાવી શકો. ઈન્ડેને પોતાના એલપીજી ગ્રાહકોને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી ગેસ બુકિંગ કરાવવા માટે નવો નંબર મોકલ્યો છે. તેના દ્વારા તમે ગેસ રિફિલ માટે સિલિન્ડર બુક કરાવી શકશો. ઈન્ડીયન ઓઈલે જણાવ્યું કે, પહેલા રસોઈ ગેસ બુકિંગ માટે દેશના અલગ-અલગ સર્કલ માટે અલગ-અલગ મોબાઈલ નંબર હતો. હવે દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપનીએ તમામ સર્કલ માટે એક જ નંબર જાહેર કર્યો છે, તેનો મતલબ એ છે કે, હવે ઈન્ડેન ગેસ સિલિન્ડરના દેશભરના ગ્રાહકોએ એલપીજી સિલિન્ડર બુક કરાવવા માટે 7718955555 પર કોલ અથવા એસએમએસ મોકલવાનો રહેશે.
4. બદલાશે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત
તમને જણાવી દઈએ કે, દેશની સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમત નક્કી કરે છે. કિંમતોમાં વધારો પણ થઈ શકે છે અને રાહત પણ મળી શકે છે. એવામાં 1 નવેમ્બરે ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર પણ થઈ શકે છે. ઓક્ટોબરમાં ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.