Things to keep in mind before Renewing health insurance
ધ્યાન રાખો /
હેલ્થ ઇન્સ્યોરન્સ રિન્યૂ કરાવતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન, નહી તો પડશે મુશ્કેલી
Team VTV11:29 AM, 28 Jan 22
| Updated: 11:32 AM, 28 Jan 22
દરેકે પોતાના જીવનમાં હેલ્થ ઇન્સોરન્સ તો લીધો જ હોય પરંતુ તેને રિન્યુ કરાવતી વખતે કેટલીક બાબતો એવી છે જો તેનું ધ્યાન ન રાખવામાં આવે તો પાછળથી મુશ્કેલી પડી શકે છે
હેલ્થ ઇન્સ્યોરન્સ રિન્યુ કરાવતી વખતે ધ્યાન રાખો
વીમો ઉતાવળે ક્યારેય રિન્યુ ન કરાવો
રિન્યુ કરાવતા પહેલા નિયમો-કાયદા ચકાસો
આપણે આપણી સેફ્ટી માટે વીમા યોજનાની વિવિધ સ્કીમનો લાભ લેતા હોઇએ છીએ. તેમાં પણ કોરોના સમયગાળા દરમિયાન વીમો લેવાનુ ચલણ વધ્યુ છે.
પરંતુ અમે તમને જણાવી દઈએ કે જરૂરી હેલ્થ ઈન્સ્યોરન્સ લેવા કરતાં તેને રિન્યૂ કરતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું વધુ જરૂરી છે. વીમો ક્યારેય ઉતાવળમાં રીન્યુ ન કરાવવો જોઈએ. ત્યારે આજે તમને જણાવીએ કે ઈન્શ્યોરન્સ રિન્યુ કરાવતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ.
ત્યારે વાત કરીએ સ્વાસ્થ્ય વીમા યોજનાની તો, મોટા ભાગના લોકો વીમો લીધા બાદ ભૂલી જાય છે કે ક્યારે તેની સમય મર્યાદા પૂર્ણ થાય છે. એવું માનવામાં આવે છે કે સ્વાસ્થ્ય વીમા યોજનાના અંતના 15-30 દિવસ પહેલા રિન્યૂ કરાવવો જોઈએ. સામાન્ય રીતે, મોટાભાગની આરોગ્ય વીમા કંપનીઓમાં, કંપનીઓ 15 થી 30 દિવસનો ગ્રેસ પીરિયડ આપે છે. અને જો આ ગ્રેડ સમયગાળા દરમિયાન પ્રીમિયમ ચૂકવવામાં ન આવે, તો વીમા પોલિસી લેપ્સ થઈ જાય છે.
તમારા પરિવારની જરૂરિયાતો અનુસાર સ્વાસ્થ્ય વીમો લેવો જોઈએ. પરિવારના દરેક સભ્યો હેલ્થ ઇન્સ્યોરન્સમાં સામેલ હોય. આ માટે પોલિસી રિન્યુ કરતી વખતે પરિવારના સભ્યોને એડ કરવા કે દૂર કરવા પર વિચાર કરવો જોઇએ
હેલ્થ ઈન્સ્યોરન્સને રિન્યૂ કરાવતી વખતે સમજવુ જોઇએ કે શું ઇલાજ કરાવવુ દર વર્ષે મોંઘુ બની રહ્યુ છે. જો એવુ હોય તો રિન્યુ સમયે ઇન્સ્યોરન્સ કવરેજ અંગે વિચારવુ જોઇએ કે શું તે તમારી જરુરિયાત પુરી કરે છે કે નહી. જો ન કરતુ હોય તો કવરેજ વધારવુ જોઇએ.
જો તમારી પાસે કોઈ નિશ્ચિત યોજના હોય તો જે તમે લાંબા સમયથી ચલાવી રહ્યા છો, તો તમે તેની પર ટોપ અપ લઇ શકો છો. ટોપ અપ દ્વારા, તમે વીમાના લાભોને વધુ વધારી શકો છો તે તમારા હેલ્થ ઇન્સ્યુરન્સ કવરેજને પણ વિસ્ૃત કરશે
કંપનીઓ સમયાંતરે તેમના વીમાના નિયમો અને કાયદામાં ફેરફાર કરતી રહે છે. તેથી, સમજ્યા વિના પોલિસી રિન્યૂ કરવાને બદલે, વીમાની રકમ, દાવાની સંખ્યા, નો-ક્લેઈમ બોનસ અને કરેલા દાવા વિશેની તમામ માહિતી મેળવી લેવી જરુરી છે.