બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Things To Check Before Buying A Used Bike Or Car Buying

કામની ખબર / જૂની કાર કે બાઇક ખરીદતી વખતે જરુરથી ચકાસી લો આ 4 બાબતો, નહીંતો થઇ શકે છે નુકશાન

Bijal Vyas

Last Updated: 07:03 PM, 11 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે કોઇ જુનુ બાઇક કે કાર ખરીદી રહ્યા છો તો તમારે અમુક મહત્વની વાતોનું ધ્યાન રાખવુ જોઇએ

  • ગાડીના પેપર ચેક કરી લો
  • 15વર્ષથી જુની ગાડી ના ખરીદો
  • એન્જીન ઓઇલ જરુરથી ચેક કરો

એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે વાહનની જરુર પડે છે. એક શહેરથી બીજા શહેર જવા માટે લોકો બસ, ટ્રેન, પ્લેન, કાર વગેરેનો ઉપયોગ કરે છે. તે જ રીતે પોતાના રોજબરોજના કાર્ય જેવા કે ઓફિસ જવુ, કોલેજ જવુ વગેરે જગ્યાઓ પર જવા માટે ઘણા લોકો બાઇકનો પણ ઉપયોગ કરે છે. પરંતુ દરેક વ્યક્તિ વાહન નવુ નથી ખરીદી શકતા. કારણ કે નવુ વાહન ખરીદવામાં પૈસા વધારે જરુર પડે છે. તેથી જ ઘણા લોકો જૂનામાં કાર કે બાઇક ખરીદે છે, જેનાથી તેઓ પોતાના કામ કરી શકે છે. જો તમે કોઇ જુનુ બાઇક કે કાર ખરીદી રહ્યા છો તો તમારે અમુક મહત્વની વાતોનું ધ્યાન રાખવુ જોઇએ. તો આવો તેના વિશે માહિતી મેળવીએ... 


આ બાબતોનું ધ્યાન રાખોઃ

જો તમે નવી ગાડી નહીં ખરીદી શકતા અને કોઇ દોસ્ત કે અન્ય વ્યક્તિ પાસેથી જૂની ગાડી ખરીદી રહ્યા છો. તો તેવામાં તમારે ગાડીના મોડલ નંબર જાણવો જોઇએ, તેના પાર્ટને ચેક કરી લો અને સાથે જ ગાડીમાં આ જરુર ચેક કરાવી લો કે તેનાં એન્જીન ઓઇલ છે કે નહીં. 

જો ગાડીમાં એન્જીન ઓઇલ ન હોય અને તમે તેવી ગાડી ચલાવો તો ગાડીના એન્જીન સુકાઇ શકે છે. જે ગાડી લાંબા સમયથી ઉપયોગમાં ન આવી હોય તો તેનું એન્જીન ઓઇલ સુકાઇ જતુ હોય છે, અથવા ખરાબ પણ થઇ જતુ હોય છે. તેથી જ તેને ચેક કરવુ જરુરી છે. 

તમે જે પણ કાર, બાઇક કે સ્કૂટી જૂની ખરીદી રહ્યા છો તો તેના દસ્તાવેજ જરુરથી ચેક કરી લો. તેમાં આરસી બુક, ઇનશ્યોરેન્સ, પીઓસી જેવા પેપર બરાબર છે કે નહીં. જો ગાડી 15 વર્ષ જૂની છે તો તેના ના ખરીદો કારણ કે આવી ગાડીને રોડ પર ચલાવવાની મનાઇ છે અને જો તેમ છંતા તમે તે ચલાવો છો તો તમારે દંડ ભરવો પડી શકે છે. 

જો તમે કોઇ જૂની ગાડી ખરીદી રહ્યા છો તો પોતાની સાથે કોઇ મેકેનિક અથવા એવા વ્યક્તિને જરુર રાખો જેનાથી આ વાહનોની જાણકારી હોય. જો તમે આમ નથી કરતા તો તમે દેખાવ જોઇને ગાડી ખરીદી લેશો પણ અંદરનું એન્જીન યોગ્ય રીતે કામ નહીં કરતુ હોય તો તમે ગાડી ચલાવી નહીં શકો, ઘરની બહાર શોભામાં જ રાખવી પડશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ