બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / This Things Girls Look For When Stalking Your Facebook Profile

રિલેશનશીપ / છોકરીઓ પણ છુપાઇને જોવે છે છોકરાની પ્રોફાઇલમાં આ વસ્તુઓ

vtvAdmin

Last Updated: 03:45 PM, 17 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલનો જમાનો સોશિયલ મીડિયાનો છે. આ સુપરફાસ્ટ જમાનામાં લોકો મોટાભાગે ફેસબુક, ઇન્સ્ટા જેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ હોય છે. ખાસ કરીને ફેસબુકનો ઉપયોગ મોટાભાગના દરેક લોકો કરે છે. જેના દ્વારા લોકોને ગુમ થયેલા પાર્ટનર પણ મળી જાય છે.

હાલ એ વાત સામાન્ય છે કે છોકરો કે છોકરી બંને રિલેશનશીપમાં આવતા પહેલા પાર્ટનરની પૂર્ણ તપાસ કરી લે છે. અને આ કાર્યમાં એમને મદદ કરે છે ફેસબુક. 

જો તમે એવું વિચારતા હોવ કે આ માત્ર છોકરાઓ જ કરે તો તમે ખોટા છો. કારણ કે છોકરીઓ પણ રિલેશનશીપ પહેલા છોકરાઓની પ્રોફાઇલ ચેક કરે છે. તો તમને જણાવીએ છોકરીઓ છોકરાઓની પ્રોફાઇલમાં શું જોવે છે. 

સૌથી પહેલા તે જોવે છે કે છોકરાએ જે પ્રોફાઇલ  બનાવી છે કે રિયલ છે કે ફેક. કારણ કે આજકાલ છોકરાઓ નકલી ફોટો દ્વારા બેવકૂફ બનાવતા હોય છે. 

જો તમે એવું વિચારો છો કે ફક્ત સુંદર પ્રોફાઇલ ફોટોથી છોકરીઓ ઇમ્પ્રેસ થઇ જાય છે તો તમે ખોટું વિચારી રહ્યા છો. કારણ કે તે દેખાવ કરતાં પહેલા છોકરો શું કામ કરે છે તેના પર સર્ચ કરે છે. તે સારી સ્કૂલ અને કોલેજમાં ભણ્યો હોય તેવું છોકરીઓ સર્ચ કરતી હોય છે. 

છોકરીઓ ભલે તમારા પ્રોફાઇલ ફોટો પર નજર ના નાંખે પરંતુ તમારી પ્રોફાઇલ ગેલેરી પર જરૂર નજર નાંખશે. તમારી લાઇફ સ્ટાઇલ કેવી છે. તમે કેટલા કુલ છો કે રિઝર્વ એની સંપૂર્ણ ડિટેલ કાઢી લે છે. 

સ્વાભાવિક છે કે છોકરીઓ મેરિટલ સ્ટેટસ પણ ચેક કરે છે. પરંતુ જો તમે પરણિત છો અને તમારું સ્ટેટસ સિંગલ રાખવાની ભૂલ કરતા નહીં. 

છોકરીઓને એક વસ્તુ એ પણ ચેક કરે છે કે છોકરાની પ્રોફાઈલમાં ફીમેલ ફ્રેન્ડ કેટલી છે. જેનાથી તે અંદાજ પણ લગાવી લે છે કે છોકરો સીરિયસ છેકે ફ્કત ફ્લર્ટ કરનારો.છોકરાની ટાઈમલાઈનના પિક્સ કમેન્ટ્, પણ ચેક કરે છે.

છોકરીઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એ પણ જુએ છે કે તમે કેવા પ્રકારના પેજ લાઈક કર્યા છે. જો તમે કોઈ કટ્ટરપંથી ગ્રુપ સાથે જોડાયેલા છો તો તે તમારાથી દૂર ભાગશે.


 

સંકળાયેલા મુદ્દાઓ

Social Media facebook lifestyle relationship Relationship
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ