અમદાવાદ / તહેવારોમાં ખરીદી કરવા જતા લોકો કોરોનાની સાથે આ વસ્તુનો પણ ખ્યાલ રાખજો નહીંતો દિવાળી બગડશે

Thieves gang Crowd Diwali 2020 shopping gujarat

દિવાળી પહેલાના છેલ્લા રવિવારના દિવસે શહેરનાં તમામ બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. કોરોના વાયરસની મહામારીને ભૂલીને લોકોએ મન મૂકીને ખરીદી કરી હતી અને સોશિયલ ડિસ્ટન્સના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવ્યા હતા. ગઇકાલે લાલ દરવાજા ખાતે આવેલા બજારમાં હજારો લોકો ખરીદીમાં મશગુલ હતા ત્યારે ચોર ટોળકીઓ સક્રિય થઇ હતી. બજારમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી ચોર ટોળકીઓએ ભીડનો ફાયદો ઉઠાવીને સંખ્યાબંધ લોકોનાં ખિસ્સાં કાતરી લીધાં હતાં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ