thief says to landlady marriage in my house money is needed looted cash and jewelry from house in gwalior
ચોરીની અનોખી ઘટના /
વેપારીની પત્નીને લૂંટ્યા બાદ ચોરે ચરણ સ્પર્શ કર્યા, કહ્યું બહેનના લગ્ન કરવાના છે, માફ કરજો
Team VTV06:27 PM, 05 Mar 21
| Updated: 06:27 PM, 05 Mar 21
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ચોરીનો એક અનોખી ઘટના બની છે. કુરિયર બોય બનીને ઘરમાં ઘુસી આવેલા ચોરે સાડા ત્રણ લાખ રુપિયા અને 2 અંગૂઠીની ચોરી કરીને ફરાર થયો હતો.
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ચોરીનો એક અનોખી ઘટના
કુરિયર બોય બનીને ચોર ઘરમાં ઘુસી આવ્યો
ચોર સાડા ત્રણ લાખ રુપિયા અને સોનાની બે અંગૂઠી ચોરીને થયો ફરાર
ગ્વાલિયરની સમાધિયા કોલોનીના કૃષ્ણા એન્ક્લેવમાં હોઝિયરીનો ધંધો કરતા દિલિપ કુકરેજાના ઘરમાં ગુરુવારે સાંજ કુરિયર બોય બનીને એક બદમાશ ઘુસી આવ્યો હતો.
નકલી પિસ્તોલ લઈને આવ્યો ચોરી કરવા
બદમાશે વેપારીની પત્ની શકુંતલાની સામે પિસ્તોલ તાકીને ગોળી મારવાની ધમકી આપી હતી. પરંતુ શકુંતલા પણ જેવી તેવી ન નીકળી. તેણે બદમાશનની પિસ્તોલ પકડી લીધી જે નકલી નીકળી.
આટલેથી ન અટકતા બદમાશે ચાકૂની અણીએ શકુંતલા અને તેની નોકરાણી સુનિતાને હાથપગ બાંધીને એક રુમમાં પૂરી દીધા હતા. ત્યાર બાદ બદમાશે શકુંતલા પાસેથી ચાવી પડાવી લીધી અને તિજોરીમાંથી સાડા ત્રણ લાખ રુપિયા અને સોનાની બે અંગૂઠીઓ લઈને ભાગી ગયો હતો.
બહેનના લગ્ન છે, ઘરમાં પૈસા નથી એટલે ચોરી કરવી પડી-ચોરની કેફિયત
આ આખી કમનસીબ ઘટનામાં રસપ્રદ વાત તો એ છે કે ઘરમાં ઘુસી આવ્યા બાદ ચોરે શકુંતલા અને નોકરાણી સુનિતા સાથે સારી ભાષામાં વાત કરી અને તેમને જણાવ્યું કે મારી બહેનના લગ્ન છે, એટલે પૈસાની જરુર છે. દિલિપ ભાઈ સાહેબ પાસે પૈસા માગ્યા પણ તેમને ના પાડી. જરુર હોય ત્યારે કોઈ પૈસા આપતું નથી. તેથી મારે નાછૂટકે લૂંટ કરવી પડી છે. બદમાશે શકુંતલાના ચરણસ્પર્શ પણ કર્યાં હતા અને કહ્યું કે તમે મારી મા સમાન છો.
પોલીસ અધિકારી આત્મરામ શર્માએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં બદમાશ કુકરેજા પરિવારનો ઓળખીતો હોવાનું ફલિત થાય છે. તે ઘરના દરેક સભ્યનું નામ જાણતો હતો. પોલીસે બદમાશની ઓળખ કરવા માટે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી રહી છે.