બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / They don't let us speak': AAP MP Sanjay Singh boycotts all-party meeting

સંસદ / સર્વપક્ષીય બેઠકમાં સામેલ થયા 31 પક્ષો, AAPનો વોકઆઉટ, ખેડૂતોના મુદ્દે આ ચર્ચા થઈ

Hiralal

Last Updated: 03:33 PM, 28 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે સંસદનું શિયાળુ સત્ર શરુ થઈ રહ્યું છે ત્યારે તે પહેલા સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.

  • આવતીકાલથી સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ
  • આજે સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક
  • સર્વપક્ષીય બેઠક 31 પક્ષો રહ્યાં હાજર
  • AAPએ કર્યો વોકઆઉટ
  • આ મુદ્દે થઈ ચર્ચા 

સરકાર દ્વારા બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં 31 રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો જોકે આમ આદમી પાર્ટીએ સર્વપક્ષીય બેઠકનો વોકઆઉટ કર્યો હતો. સંસદનું શિયાળું સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે. સંસદ સત્રના એક દિવસ પહેલા સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રસના નેતાઓ મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી, આનંદ શર્મા, તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બેનર્જી, ડેરેક ઓ'બ્રાયન, ડીએમકેના ટીઆર બાલુ, ટી. શિવા અને એનસીપીના શરદ પવારે હાજરી આપી હતી. થયું. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ દ્વારા સરકાર સામે 10 મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા.

ટીએમસીએ ઉઠાવ્યા આ મુદ્દા
-બેરોજગારી
- પેટ્રોલ અને ડીઝલ તથા જરુરી વસ્તુઓના ભાવ
- એમએસપી પર કાયદો
- પ્રોફિટેબલ સરકારી કંપનીઓમાં વિનિવેશ પર પ્રતિબંધ
- પેગાસસ
- કોવિડની સ્થિતિ
- મહિલા અનામત બીલની માગ

AAPનો વોકઆઉટ
આમ આદમી પાર્ટીએ સર્વપક્ષીય બેઠકમાંથી વોકઆઉટ કરવાનું પસંદ કર્યું હતું. આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહેજ ણાવ્યું કે સકરાર કોઈને બોલવા દેતી નથી અને મુદ્દા રજૂ કરવા દેતી નથી. સંસદના આ સત્રમાં મેં એમએસપી કાયદો બનાવવાની માગ કરી હતી. સરકારે અમારી વાત સાંભળી નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

All party meeting Winter Session 2021 all-party conference શિયાળુ સત્ર 2021 સંસદનું શિયાળુ સત્ર 2021 સર્વપક્ષીય બેઠક all party meet
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ