બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:35 PM, 24 November 2022
ADVERTISEMENT
કેટલીક રાશિઓ માટે ડિસેમ્બર મહિનો શુભ રહેવાનો છે. આ મહિને મંગળ અને શુક્ર એક જ રાશિમાં હોવાને કારણે રાજયોગ બનશે. જેના કારણે કેટલીક રાશિઓને જબરદસ્ત લાભ મળશે. જ્યારે બે ગ્રહોની યુતિથી રાજયોગ બને છે તો તે રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ દરમિયાન વ્યક્તિ રંકથી રાજા બની શકે છે. એટલે કે તેને દરેક પ્રકારની સુખ-સુવિધાઓ મળવા લાગે છે.
રાજયોગને માનવામાં આવે છે સૌથી શુભ
ગ્રહોના સંયોગથી શુભ અને અશુભ યોગ બને છે. શુભ યોગથી વ્યક્તિને ઘણો ફાયદો થાય છે અને તેનું ભાગ્ય બદલાય છે. બીજી તરફ અશુભ યોગને કારણે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યોતિષમાં રાજયોગને સૌથી શુભ યોગ માનવામાં આવે છે.
ADVERTISEMENT
ડિસેમ્બર મહિનો રહેશે ખાસ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ડિસેમ્બર મહિનો કેટલીક રાશિઓ માટે ખાસ રહેવાનો છે. હકીકતે 13 નવેમ્બરે મંગળે વૃષભ રાશિમાં ગોચર કર્યું હતું. દરમિયાન શુક્રનો પણ ધનુ રાશિમાં પ્રવેશ થયો છે. આવી સ્થિતિમાં મંગળ અને શુક્રની યુતિથી જે રાજયોગ બનશે તે કેટલીક રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
વૃષભ
આ દરમિયાન વૃષભ રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે. તેમનું દરેક કાર્ય પૂર્ણ થશે. જે પણ કાર્યમાં તે હાથ નાખશે તેમને જબરદસ્ત સફળતા મળશે. ધન અને સુખના સાધનોમાં વધારો થશે. આવકના નવા સ્ત્રોત ખુલવાથી જબરદસ્ત નાણાકીય લાભ થશે.
કર્ક
મંગળ અને શુક્રના સંયોગથી બનેલા રાજયોગથી કર્ક રાશિના જાતકોને ઘણો ફાયદો થશે. વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. નોકરીયાત અને વ્યાપારીઓનું ભાગ્ય ચમકશે અને તેઓને શુભ પરિણામ મળશે. ભૌતિક સુખ-સુવિધાઓના સાધનોમાં વધારો થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.