બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / અજબ ગજબ / Extra / પ્રવાસ / Shocking! એક iphone માટે આ યુવક-યુવતીઓએ પોતાના કપડાં પણ ઉતારી દીધાં, હવે થઇ રહ્યો છે પસ્તાવો
Last Updated: 08:23 PM, 30 August 2024
લોકો શરત જીતવા માટે પોતાનો જીવ પણ દાવ પર લગાવી દેતા હોય છે. પરંતુ તમે એવું નહીં જોયું હોય જેમાં ઈજ્જત દાંવ પર લગાડી દીધી હોય. રશિયામાં આવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં iPhone જીતવા અમુક છોકરા છોકરીઓ નગ્ન થઈ ગયા હતા. આ મામલે પોલીસે તેમની ધરપકડ પણ કરી લીધી હતી.
ADVERTISEMENT
આ મામલો રશિયાની એક નાઈટ ક્લબનો છે. દક્ષિણ પૂર્વ અસ્ત્રાખાન વિસ્તારમાં એક પ્રતિયોગિતા યોજાઈ હતી.જેને જીતવા અમુક લોકોએ બધા કપડા કાઢી નાખ્યાં હતા. આ પ્રતિયોગિતાનું નામ સ્ટ્રિપટીઝ હતું. જેને જીતનારને iPhone મળવાનો હતો.
વધુ વાંચો : આ છે વિશ્વની સૌથી વધારે જોવાયેલી તસવીર, જેની પાછળનું કારણ છે ચોંકાવનારું
ADVERTISEMENT
આ પ્રતિયોગિતા જીતવા ત્રણ જણાએ કપડાં ઉતારી નાખ્યાં હતાં. જેમાં એક 22 વર્ષની છોકરી પણ સામેલ હતી. છોકરી પણ iPhone જીતાવની ખુશીમાં કપડાં ઉતારી રહી હતી. રશિયાના અધિકારીઓએ આ નાઈટ ક્લબમાં રેડ પાડી હતી. અને આયોજકોની પણ ધરપકડ કરી હતી.
આ કાંડમાં સામેલ છોકરીએ જણાવ્યું કે, તેને પછતાવો છે. તેને કહ્યું કે, મે જે કર્યું તેનો મને પછતાવો છે. મે ખોટું કામ કર્યું છે જે બિલકુલ સામાન્ય નથી. મને ખૂબ શરમ આવી રહી છે. હું બધા પાસે ઈમાનદારીથી માફી માંગું છું. અસ્ત્રાખાન વિસ્તારના ગવર્નર ઇગોર બાબુશ્કિને પણ આ પ્રતિયોગિતા પર નારાજગી વ્યકત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.