બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / કબજિયાતની કંકાસ મટી! આ બે વસ્તુ શરીરની ગંદકીને આરામથી બહાર કાઢી નાખશે
Last Updated: 02:28 PM, 13 December 2024
જ્યારે મળત્યાગ કરતી વખતે મુશ્કેલી પડે અથવા બળ લગાડવો પડે, ત્યારે સમજી જવું કે વ્યક્તિને કબજિયાત થઈ છે. કબજિયાત હોય ત્યારે પેટમાં દુખાવો થાય છે અને આપણી પાચનક્રિયાને અસર કરે છે. આ સિવાય માથામાં દુખાવો થવો, ગેસ, ભૂખ ન લાગવી, શરીરમાં નબળાઈતા આવવી અને ઊબકા જેવી ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. જો કબજિયાતની યોગ્ય સમય પર સારવાર ન થાય તો અનેક ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. તો ચાલો જાણીએ, આ સમસ્યાથી કેવી રીતે બચવું અને શું છે આનું નિવારણ.
ADVERTISEMENT
આ બે વસ્તુ પેટની બધી ગંદકી બહાર કાઢશે અને ગમે તેવી કબજિયાતને દૂર કરશે. કબજિયાત દરમિયાન વ્યક્તિનું પેટ યોગ્ય રીતે સાફ થતું નથી જેના કારણે વ્યક્તિ બેચેન અને મૂંઝવણમાં રહે છે. કબજિયાતની સમસ્યામાં વ્યક્તિને ખીલ, ચેહરા પર કાળા ડાઘ, કમરમાં દુખાવો અને પેટમાં ભારેપણું હોય તેવી સમસ્યા અનુભવાય છે. જો તમને પણ આ સમસ્યા છે, તો આજે જ જીરાનું અને નાની ઇલાયચીનું સેવન કરો.
ADVERTISEMENT
વધુ વાંચો પુરુષોમાં કંઇક વધારે માત્રામાં હોય છે આ કેન્સરનો ખતરો, બસ ઓળખી લેજો આ લક્ષણોને
જીરું એટલા માટે કેમકે જીરામાં વધુ પ્રમાણમાં ફાઈબર હોય છે, જે આંતરડાની કાર્ય કરવાની ગતિને નિયમિત કરે છે. જો પેટ ફૂલતું હોય તો જીરાનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે, કેમ કે જીરાની મદદથી તમે તમારા ફૂલતા પેટને નિયંત્રણમાં લાવી શકો છો. નાની ઇલાયચીના થકી તમે ખીલ અને ચેહરા પરના કાળા ડાઘ આસાનીથી હટાવી શકો છો. જણાવી દઈએ કે, ખીલ અને ચેહરા પર કાળા ડાઘ થવાએ કબજિયાતની નિશાની છે.
જાણો શું કરવું
આના માટે તમારે થોડું જીરું લેવું અને તેને તવા પર શેકી લેવું. હવે આ જીરું તમારે ખાલી પેટે ખાઈ લેવું અથવા પાણીની મદદથી ફાકી લેવું. બીજી રીત છે કે, રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું પલાળી રાખો, હવે સવારે ઉઠો ત્યારે એ જ પાણીને ગાળીને પી લો. કબજિયાતથી છુટકારો મેળવવા માટે, તંદુરસ્ત આહાર લેવો પણ મહત્વપૂર્ણ છે જેમાં ફાઇબર અને આવશ્યક પોષક તત્વોનો સમાવેશ થાય છે.
આ સાથે કબજિયાતને દૂર કરવા માટે શક્ય તેટલું વધુ પાણી પીવું પણ જરૂરી છે. વાત કરીએ નાની ઇલાયચીની, આનો ઉપયોગ તમે રોજ રાત્રે જમ્યા પછી કરી શકો છો. રાત્રે જમ્યાના અડધા કલાક પછી અને સૂતા પહેલા 4 થી 5 ઇલાયચીના દાણા ચાવવા અને ત્યારબાદ નવશેકું પાણી પીવું. આ પ્રક્રિયા કરવાથી કબજિયાત છૂમંતર થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT