રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને આખી દુનિયામાં કોઇ ઓળખાણની જરૂર નથી પરંતુ તમને મુકેશ અંબાણીના ડાબા જમણા હાથ સમાન ભાઇઓ વિશે ખ્યાલ છે?
મુકેશ અંબાણી સાથે શું છે સંબંધ
કેમ મુકેશ અંબાણી કરતા વધારે પગાર લે છે
અનંત-આકાશ નહી આ ભાઇઓ છે કંપનીના પિલર
દેશના સૌથી અમીર વ્યક્તિએ ગયા વર્ષે પોતાની સેલેરી નહોતી લીધી. 2019-20 ફાઇનાન્સિયલ યરમાં તેમની સેલેરી 15 કરોડ રૂપિયાની આસપાસ હતી. હિતલ મેસવાની અને નિખીલ મેસવાની બે ભાઇ છેલ્લા ઘણા વર્ષોથી કંપની સાથે જોડાયેલા છે.
મનોજ મોદીથી લઈને હિતલ અને નિખિલ મેસ્વાણી સુધીનાં કેટલાય એવા ચહેરાઓ છે જે ભલે ચર્ચામાં નથી આવી રહ્યા પણ પડદા પાછળ રહીને કંપની માટે મોટા નિર્ણયો લે છે. ખાસ કરીને હિતલ અને નિખિલ મેસ્વાણી તો મુકેશ અંબાણીનાં જમણો હાથ માનવામાં આવે છે. બંને ભારે મુકેશ અંબાણીના ફોઈ ત્રિલોચનાબેનના પૌત્ર છે.
નિખિલ મેસ્વાણી :
નિખિલ મેસ્વાણી પોતે કેમિકલ એન્જીનીયર છે અને 1986માં તે રિલાયન્સમાં સામેલ થયા હતા. વર્ષ 1997થી વર્ષ 2005 સુધી તેમણે કંપનીની રિફાયનરીનો વ્યવસાય સંભાળ્યો હતો. તેઓ રિલાયન્સનાં સંસ્થાપક ડાયરેક્ટરમાંથી એક છે. આ સાથે જ તેઓ અન્ય કોર્પોરેટ જવાબદારીઓ પણ સંભાળતા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વેબસાઈટ પર આપેલ જાણકારી અનુસાર રિલાયન્સનાં પેટ્રોકેમીકલ્સ ક્ષેત્રમાં કંપનીને વૈશ્વિક લીડર બનાવવામાં નિખિલનું ખાસ યોગદાન છે. વર્ષ 1988થી તેઓ કંપનીના બોર્ડના સભ્ય છે અને તેમને એગ્ઝીક્યુટિવ ડાયરેક્ટરની પણ જવાબદારી આપવામાં આવી છે.
હિતલ મેસ્વાણી :
નિખિલના નાના ભાઈ હિતલ મેસ્વાણી પણ ગ્રુપમાં સક્રિય છે અને માર્કેટિંગ સંભંધિત બિઝનેસ અને પેટ્રોલીયમ રિફાયનિંગ જેવા વિભાગો સંભાળે છે. હજીરાનાં વર્લ્ડ ક્લાસ પેટ્રોકેમીકલ્સ કોમ્પલેક્ષ અને જામનગરની રિફાયનરીનું કામકાજ તે પોતે સંભાળે છે. 1990માં તેઓ કંપનીમાં સામેલ થયા હતા. હિતલ મેસ્વાણી 1995થી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં કાર્યકારી ડાયરેક્ટરનું પદ સંભાળી રહ્યા છે. કંપનીને જોઈન કર્યા પહેલા તેમણે અમેરિકાની યુનિવર્સિટી ઓફ પેન્સીલવેનિયાનાથી જોડાયેલા મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ સિવાય તેમણે યુનિવર્સિટી ઓફ પેન્સીલવેનિયાનામાં કેમિકલ એન્જીનીયરીંગમાં BSc પણ કર્યું હતું.
મુકેશ અંબાણી કરતા વધારે પગાર
કંપનીના જો બીજા અધિકારીઓની વાત કરીએ તો કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નિખિલ આર મેસવાનીએ વાર્ષિક 24 કરોડ રૂપિયા પગાર લીધો છે. બીજા ડાયરેક્ટર હિતલ આર મેસવાનીએ વાર્ષિક 24 કરોડ રૂપિયા પગાર લીધો છે. બોર્ડમાં બીજા પણ ડાયરેકટર સામેલ છે જેમાં PMS પ્રસાદને વાર્ષિક 12 કરોડ રૂપિયા, પવન કુમાર કપિલને 4.24 કરોડ રૂપિયા મળ્યા છે. સાથે જ આ બંને ડાયરેકટરોને કમિશન રૂપે 17.28 કરોડ રૂપિયા મળ્યા છે. સાથે તમને એ વાત પણ જણાવી દઈએ કે મુકેશ અંબાણી દુનિયાના ધનિક લોકોની યાદીમાં 12માં સ્થાન પર છે.
શું છે સંબંધ ?
ગીતા પિરામલની પુસ્તક અનુસાર મુકેશ અંબાણીના ફોઈ એટલે કે ધીરુભાઈના બહેન ત્રિલોચનાબેનના દીકરા રસિકલાલ મેસ્વાણી. તે સંસ્થાપક સદસ્યોમાંથી એક હતા અને જયારે કંપની આગળ વધી તો તેમના દીકરા નિખિલ અને હિતલ પણ જોડાઈ ગયા. આમ રસિકલાલ મુકેશ અંબાણીના ભાઈ થયા અને નિખિલ અને હિતલ સાથે અંબાણીના કાકા-ભત્રીજાનો સંબંધ છે.