તણાવમુક્ત થવા અને પ્રસન્નતા મેળવવા અપનાવો આ ટિપ્સ

By : vishal 04:24 PM, 14 June 2018 | Updated : 04:24 PM, 14 June 2018
અત્યારે દરેક માણસ કંઇકને કંઇક તણાવમાં હોય છે. ડિપ્રેશન એ કોઈ નાની સમસ્યા નથી. આ એક ખતરનાક બીમારી છે. ડિપ્રેશનનો ભોગ બનેલ માણસ નાની વાત પર વધુ વિચારે છે. તો નેગેટીવ માનસિકતા ધરાવે છે. તો ડિપ્રેશનથી પીડિત માણસ પોતાનો મુડ બદલવા માટે કોઈની પણ સાથે ઝઘડો કરી લે છે. 

મગજમાં નકામી વાતો લેવીએ પણ ડિપ્રેશનનો જ એક ભાગ છે, એવું ના કહી શકાય કે, ડિપ્રેશનનની સમસ્યાની સારવાર ફક્ત ડોકટરો જ કરી શકે. પરંતુ તમે ખુદ પણ ડિપ્રેશનની સારવાર કરી શકો છો. આવો જાણીએ, એવી કઈ વસ્તુ કરવાથી ડિપ્રેશનમાંથી બહાર આવી શકાય છે. ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે કોઈ એવું વસ્તુ નથી જે ખાવવાથી બહાર આવી શકાય. પરંતુ તમારા બોડીને મગજ માટે સાત્વિક ખોરાક જરૂરી છે. તેના માટે ફળ- ફળાદી અને ડ્રાઈફ્રુટનો ભરપૂર ઉપયોગ ડીપ્રેશનમાંથી બહાર નીકળવાનો શ્રેષ્ઠ ઉપાય છે. મુડને સારો કરવા માટે સારા ખોરાકની પસંદગી કરો. 

જેમાં ઓમેગા ૩ફેટી એસીડ અને વિટામીન B-1યુક્ત ખોરાકની પસંદગી કરો. તો ડાયટ પ્લાનમાં લો ફેટ કાર્બોહાઈડ્રેટ સામેલ કરો. જેનાથી તમારા મગજમાં કેમિકલ સેરોટોનીનને વધારો કરે છે. જેથી તમે સારું વિચારી શકો છો. સાથોસાથ ડાયટ પ્લાનમાં શાકભાજી, ફળ અને ફાઈબરનો વધારમાં વધારે ઉપયોગ કરો. આ ઉપરાંત ઓફિસમાં કામ કરતા સમયે વધુ કેફી દ્રવ્યોનું સેવન કરવાનુ ટાળો. કારણ કે, વધુ પડતા કેફી દ્રવ્યોને કારણે ઘબરાહટ અને ચીડચીડાપણું થાય છે. ઘણી વાર એવું થાય છે કે, કોઈ બીજી જ વ્યક્તિ પર્સનલ કોમેંટ કરતા આપણો મૂળ ખરાબ થાય છે.

થી આપણા મુડ અને હેલ્થને સ્વસ્થ રાખવા માટે હંમેશા પોઝીટીવ જ વિચારો. પોઝીટીવ વિચારથી જ તમે ડિપ્રેશન સામે લડી શકશો.કહેવાય છે કે, કસરત કરવાથી રીલેક્સ રહેવાઈ છે. અને મગજ પણ શાંત અને સ્વસ્થ રહે છે. કસરત કરવાથી મુડ પણ સારો રહે છે. પરંતુ આપણે એ જ કસરત કરવી જોઈએ જે કસરત કરવાથી આપણે મજા આવે. તમે ટેનીસ રમો, બાઈક ચલાવો, સ્વીમીંગ કરો, વોકિંગ કરો અથવા સ્વીમીંગ કરો.

આપણે અંધારામાં વધુ ડીપ્રેશનને મહેસુસ કરીએ છીએ. જેમાં પણ ખાસ કરીને શિયાળામાં તડકાની વધુ જરૂર હોય છે. તડકાથી વિટામીન-D મળે છે.તો બીજી તરફ તડકાથી ડીપ્રેશન મુક્ત પણ થવાય છે.Recent Story

Popular Story