કેતુનાં તુલા રાશિમાં હોવાથી મીન, મકર અને તુલા રાશિનાં જાતકો પર ખતરાના વાદળો છવાયેલા છે.
કેતુ હાલમાં તુલા રાશિમા છે
મકર રાશિના જાતકોને રોકાણમાં નુકસાન થઈ શકે છે
મીન રાશિનાં જાતકોને સ્વાસ્થ્યની તકલીફ પડી શકે છે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહો નિશ્ચિત સમયાંતર પર રાશિ પરિવર્તન કરે છે અને તેની બધી જ રાશિઓ પર અસર પડે છે. કેતુ ગ્રહ આ સમયે તુલા રાશિમા બિરાજમાન છે અને તેઓ 2023 સુધી આ રાશિમાં રહેશે. તેમના આ સમયે તુલા રાશિમાં હોવાથી 3 રાશિઓ પર સંકટનાં વાદળો છવાયેલા છે. આ વર્ષના અંત સુધીમાં તેમને ખરાબ સમાચાર મળી શકે છે. આવો જાણીએ કે તે કઈ કઈ રાશિઓ છે.
મીન રાશિ
આ રાશિના લોકોએ આવતા 4 મહિનામાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલ તકલીફોનો સામનો કરવો પડી શકે છે. તેમણે સ્કીન સાથે જોડાયેલ બીમારીઓ સાથે ઝઝૂમવું પડી શકે છે કે કોઈ વાયરલ ઇન્ફેકશન થઈ શકે છે. તેમની સાથે ઠગામણી પણ થઈ શકે છે. એટલા માટે કોઈને પૈસા ઉધાર અપવાથી બચવું જોઈએ. કાર્યક્ષેત્રમાં પણ નુકસાન થઈ શકે છે. ખુદને સાબિત કરવા માટે વધારે મહેનત કરવી પડશે. લોભ કરવાથી બચવું જોઈએ અને ખુશ રહેવાની કોશિશ કરવી જોઈએ.
મકર રાશિ
તમારે આ વર્ષના અંત સુધી કોર્ટ કચેરીનાં ધક્કા ખાવા પડી શકે છે. સંપત્તિમાં રોકાણ કરશો તો નુકસાન થઈ શકે છે. તમારા સાથીઓમાં તમારા પ્રત્યે નકારાત્મક ભાવ પેદા થઈ શકે છે. એટલા માટે સંયમથી કામ લેવું જોઈએ અને આ મુશ્કેલીના સમયમાં શાંતિ રાખવાની કોશિશ કરવી જોઈએ. વેપારમાં લગાવેલા પૈસા ડૂબવાની સંભાવના છે. એટલા માટે વધારે પૈસા લગાવવાથી બચો.
તુલા રાશિ
આ રાશિનાં લોકોએ ઘરેલૂ કલેશનો સામનો કરવો પડી શકે છે. પ્રેમ સંબંધોમાં તિરાડ પડી શકે છે. આ દરમિયાન જીવનમાં કંઇક નવું કરવાથી બચો, તમને નિષ્ફળતા મળી શકે છે. ઘરમાં આર્થિક તંગી વધી શકે છે અને ગુજરાન ચલાવવા માટે ઉધાર લેવો પડી શકે છે.