બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આજે મોક્ષદા એકાદશીના દિવસે ભૂલથી પણ ન કરતા આ કાર્ય, નહીંતર જીવનભર પસ્તાશો!

ધર્મ / આજે મોક્ષદા એકાદશીના દિવસે ભૂલથી પણ ન કરતા આ કાર્ય, નહીંતર જીવનભર પસ્તાશો!

Last Updated: 10:04 AM, 11 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે છે મોક્ષદા એકાદશી, આજના દિવસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે, ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવા માર્ગશીર્ષ( માગશર) મહિનાની આ એકાદશીએ ભૂલથી પણ આ ભૂલ ના કરતાં નહીંતર જીવનભર આવશે પસ્તાવાનો વારો.

મોક્ષદા એકાદશીને પાપમાંથી મુક્તિ આપનારી એકાદશી કહેવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રતનું વિશેષ મહત્ત્વ છે, જે વ્યક્તિ આજના દિવસે ઉપવાસ કરે છે તે મોક્ષના માર્ગને પ્રાપ્ત કરે છે તેવી માન્યતા છે, ત્યારે આ દિવસે વ્રત અને પિતૃઓની ખાસ પૂજા કરવી જોઈએ.

મોક્ષદા એકાદશી પર શું કરવું

  • આ દિવસે ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની પૂજા કરો. પૂજામાં તુલસીના પાન, પીળા ફૂલ, દીવો, ધૂપ અને નૈવેદ્ય અર્પણ કરો. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.
  • આજના દિવસે નિર્જળા વ્રત રાખો. જો નિર્જળા વ્રત ના રાખી શકતા હોવ તો ફળ ખાઓ એવું કહેવાય છે કે આજના દિવસે વ્રત રાખવાથી જીવનના પાપોનો નાશ થાય છે.
  • આજના દિવસે શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો આથી આ દિવસે ગીતાનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગીતાના ઉપદેશોને જીવનમાં ઉતારવાની પ્રતિજ્ઞા લો.
  • આ દિવસે ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજન, કપડાં અને પૈસાનું દાન કરો. ગાયનું દાન વિશેષ ફળદાયી માનવામાં આવે છે.
  • સાચું અને સંતુલિત જીવન જીવવાનો પ્રયાસ કરો. મન, વાણી અને કાર્યોમાં પવિત્રતા જાળવો.

વધુ વાંચો: મોક્ષદા એકાદશીના પાવન દિવસ પર સર્જાશે 5 દુર્લભ યોગ, જે આ 3 રાશિના જાતકોની મનોકામના પૂર્ણ કરશે

મોક્ષદા એકાદશી પર શું ન કરવું

  • અનાજ અને તામસિક ખોરાક ન ખાવો. આ દિવસે ચોખા, દાળ, બિન શાકાહારી ખોરાક અને નશીલા દ્રવ્યોનું સેવન ન કરો.
  • જૂઠું બોલવું અને કોઈનું અપમાન કરવાથી આ દિવસે ઉપવાસનું ફળ મળતું નથી. કઠોર શબ્દો અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ ના કરો.
  • આ દિવસે ગુસ્સો કરવો અને ઘમંડ કરવો અયોગ્ય માનવામાં આવે છે માટે શાંત અને નમ્ર સ્વભાવ રાખો આબે દરેક સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરો.
  • ભક્તિ અને ઉપાસનાને અધૂરી ના મૂકો, ઉપવાસ દરમિયાન આળસ ન કરો અને સંપૂર્ણ ભક્તિ સાથે તેનું પાલન કરો.
  • જરૂરિયાતમંદોને મદદ કરવામાં અચકાવું નહીં. આ દિવસે બીજાની મદદ ન કરવી અથવા તેમની જરૂરિયાતોને અવગણવી એ અશુભ માનવામાં આવે છે. સેવા અને દાનને પ્રાધાન્ય આપો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gita Jayanti Mokshada Ekadashi Dharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ