પતિની આ વાતોથી પત્નીઓને આવે છે સૌથી વધારે ગુસ્સો

By : krupamehta 12:44 PM, 07 December 2018 | Updated : 12:45 PM, 07 December 2018
રિલેશનમાં નાના મોટા ઝઘડા થતા રહે છે. પરંતુ પતિઓની કેટલીક ટેવો એવી હોય છે જે પત્નીઓને હંમેશા ગુસ્સો અપાવે છે. ભલે એ વાત નાની હોય પરંતુ એ વાતમાં પણ ઝઘડવાની સ્થિતિ ઊભી થઇ જાય છે એટલે સારું એ રહેશે કે તમે આ વાતોથી પત્નીને વધારે ગુસ્સો અપાવશો નહીં. 

તમારી મા સાથે એની સરખામણી
તું સારી લાગે છે પરંતુ મારી મા જેવી સુંદર નહીં પત્નીને હેરાન કરવા માટે એનાથી વધારે કંઇ કહેવાની જરૂર નથી. પરંતુ આવું વારંવાર કહેવાથી આ વાત ઝઘડાનું કારણ બની જાય છે. 

બીજી મહિલાઓ સાથે સરખામણી
કોઇ પણ પત્નીને પોતાના પતિના મોં થી બીજી મહિલાઓના વખાણ સાંભળવા બિલકુલ પસંદ હોતા નથી. એવામાં ક્યારેય પણ બીજી મહિલાના વખાણ કરવા અથવા પત્નીની સરખામણી કરવી ગુસ્સો અપાવી દે છે. 

રિમોલ્ટ પક કબ્જો કરી લેવો
સામાન્ય રીતે ઓફિસથી આવ્યા બાદ પુરુષો ટીવીનું રિમોલ્ટ લઇને બેસે છે. કેટલાક પુરુષ તો પત્નીનો પસંદગીનો કાર્યક્રમ બદલી નાંખે છે. પરંતુ તમારી આ આદતથી પત્નીને ગુસ્સો આવે છે. 

ચીજોને આમથી તેમ મૂકવી
મોટાભાગના પુરુષોની આદત હોય છે કે એ સામાન આમથી તેમ મૂકી દે છે. ભીનો રૂમાલ બેડ પર, ગંદા મોડા સોફાની નીચે વગેરે...પરંતુ ઘરને સજાવીને રાખનારી પત્નીને પતિના આ આદત બિલકુલ પસંદ આવતી નથી. 

પોતાની ભૂલ ના માનવી
કેટલીક વખત પતિ પોતાની ભૂલ હોવા છતાં સ્વીકાર કરતો નથી. પરંતુ તમારી આ આદત પત્નીને ગુસ્સો અપાવી દે છે. 

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story