બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / અમેરિકાએ રચ્યો ઇતિહાસ, ભારત સહિત આ ટીમોએ કર્યું T20 વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય
Last Updated: 08:42 AM, 15 June 2024
T20 વર્લ્ડ કપ 2024 ખૂબ જ રોમાંચક થઈ રહ્યો છે. સુપર-8માં જગ્યા માટે ટીમો ભરપૂર પ્રયાસ કરી રહી છે. યુએસએ અને આયર્લેન્ડની મેચ વરસાદને કારણે રદ્દ કરી દેવામાં આવી. આ કારણે બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો. આ સાથે, યુએસએની ટીમે ટી20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં સ્થાન પણ મેળવી લીધું અને ટી20 વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય પણ કરી લીધું.
ADVERTISEMENT
T20 વર્લ્ડ કપ 2026 માટે યજમાન છે ભારત અને શ્રીલંકા
T20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકાની સંયુક્ત મેજબાનીમાં યોજાશે. યજમાન હોવાના કારણે, ભારત અને શ્રીલંકા પહેલાથી જ T20 વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે. T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં સ્થાન મેળવનારી ટીમો સીધી T20 વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય થશે. ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાની ટીમો T20 વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય થઈ ચુકી છે.
ADVERTISEMENT
USA make history 👏
— ICC (@ICC) June 14, 2024
They qualify for the Super Eight of the #T20WorldCup 2024 🤩
All standings ➡️ https://t.co/2xst7AopLI pic.twitter.com/TIE5E5IOXw
T20 વર્લ્ડ કપ 2026 માટે બાકીની ટીમો આ રીતે થશે નક્કી
T20 વર્લ્ડ કપ 2026માં કુલ 20 ટીમો ભાગ લેશે. જેમાં બે યજમાનોએ ક્વોલિફાય કરી લીધું છે. ઉપરાંત T20 વર્લ્ડ કપ 2024ની સુપર-8ની ટીમો (ભારત સિવાય, અન્ય સાત). આ સિવાય ત્રણ ટીમો જે 30 જૂન, 2024 સુધી ICC T20I રેન્કિંગમાં ટોચના સ્થાને રહેશે, તે ટી20 વર્લ્ડ કપ 2026માં પ્રવેશ કરશે. આ રીતે 12 ટીમો T20 વર્લ્ડ કપ 2026માં પહોંચી જશે. બાકીની 8 ટીમો ICCના રીજનલ ક્વોલિફાયર દ્વારા નક્કી કરવામાં આવશે.
બાકીની ટીમો આ રીતે કરશે એન્ટ્રી...
T20 વર્લ્ડ કપ 2026 ICC T20 વર્લ્ડ કપ યુરોપ સબ રિજનલ ક્વોલિફાયર A સેટની મેચો રવિવારથી રોમમાં યોજાવાની છે. રોમા ક્રિકેટ ગ્રાઉન્ડ અને સિમર ક્રિકેટ ગ્રાઉન્ડ પર સાત દિવસ સુધી કુલ 24 મેચો રમાશે. તે ઈટલી, ઓસ્ટ્રિયા, ફ્રાન્સ, હંગેરી, આઈલ ઓફ મેન, ઈઝરાયેલ, લક્ઝમબર્ગ, પોર્ટુગલ, રોમાનિયા અને તુર્કીમાં યોજાવાની છે. ઇટાલિયન રાજધાનીમાં બે સ્થળોએ 10 ટીમો હશે જે ક્વોલિફિકેશનના આગલા રાઉન્ડમાં આગળ વધવાનું લક્ષ્ય રાખે છે. યુરોપ ક્વોલિફાયર આવતા વર્ષે યોજાશે. આ રીતે સબ રીજનલ ક્વોલિફાયર 2024ના અંતમાં અન્ય ICC પ્રદેશોમાં યોજાશે. તેમની સંબંધિત રીજનલ ફાઇનલ પણ 2025 માં યોજાશે.
યુએસએની ટીમે કર્યું શાનદાર પ્રદર્શન
યુએસએની ટીમે ટી20 વર્લ્ડ કપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે સુપર ઓવરમાં પાકિસ્તાનને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. ટીમે કેનેડા સામેની મેચમાં 7 વિકેટે જીત મેળવી હતી. આ સિવાય તેની આયર્લેન્ડ સામેની મેચ રદ કરવામાં આવી. જ્યારે ટીમ ભારત સામે હારી ગઈ હતી. હવે યુએસએની ટીમે સુપર-8 માટે ક્વોલિફાય કરીને ઈતિહાસ રચ્યો છે. ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ માત્ર બીજી વખત છે જ્યારે કોઈ ટીમ તેની ડેબ્યૂ સિઝનમાં બીજા રાઉન્ડ માટે ક્વોલિફાઈ થઈ હોય. આયરલેન્ડની ટીમ આ પહેલા પણ આવું કરી ચુકી છે.
HISTORY IN THE MAKING!!! 🇺🇸🔥🙌
— USA Cricket (@usacricket) June 14, 2024
For the first time ever, #TeamUSA have qualified for the Super 8 stage of the @ICC @T20WorldCup! 🤩✨
Congratulations, #TeamUSA! 🙌❤️ pic.twitter.com/tkquQhAVap
T20 વર્લ્ડ કપ 2026 માટે અત્યાર સુધી ક્વોલિફાય થયેલી ટીમો:
ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT