બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / these rules are going to be changed from 1st april

મોંઘવારીનો માર / દવાઓથી લઈને ક્રીપ્ટોકરન્સી સુધી, આ નિયમોમાં આવતીકાલથી થઈ રહ્યા છે મોટાં ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે માર

Jaydeep Shah

Last Updated: 10:44 AM, 31 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1 એપ્રિલ 2022થી બચત અને રોકાણનાં ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જેની અસર તમારા ખિસ્સા પર પડશે. જાણો આ ફેરફારો વિષે

  • 1 એપ્રિલથી બદલાઈ રહ્યા છે બચત અને રોકાણ સાથે જોડાયેલ ઘણા નિયમો 
  • તમારા ખિસ્સા પર  પડશે અસર 
  • દવાઓથી લઈને ગેસ સિલીન્ડરમાં પણ જોવા મળશે ભાવ વધારો 

1 એપ્રિલથી થશે દેશમાં મોટા બદલાવ 
દર માહિનાની પહેલી તારીખે કોઈને કોઈ નાના મોટા ફેરફારો જોવા મળે જ છે. માર્ચ મહિનો પૂરો થવામાં જ છે અને એક એપ્રિલથી નવું ફાઈનાન્સિયલ યર શરુ થવા જઈ રહ્યું છે. આવામાં મહિનાની શરૂઆત મોટા ફેરફારો સાથે થશે. એમાં જ્યાં એક તરફ પીએફ ખાતાથી લઈને જીએસટી સુધીના નિયમો બદલાઈ જશે. તો બીજી બાજુ ક્રિપ્ટોમાં રોકાણ કરનાર પર ટેક્સ લગાવાશે. એટલું જ નહી, એક એપ્રિલથી મોંઘવારીનાં મોરચા પર પણ લોકોને ઝટકો લાગવાનો છે. આવો આવા નાના મોટા બદલાવો પર નજર ફેરવીએ, જે તમને સીધા પ્રભાવિત કરશે. 

પીએફ અકાઉન્ટ પર ટેક્સ 


એક એપ્રિલ 2022થી જે સૌથી મોટા બદલાવ થવા જઈ રહ્યા છે, તેમાંથી મુખ્ય છે પીએફ ખાતા પર ટેક્સ. કેન્દ્રીય પ્રત્યક્ષ બોર્ડએ Income-tax Rule 2021ને લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે ઈપીએફ ખાતામાં 2.5 લાખ રુપિયા સુધી ટેક્સ ફરે યોગદાનના કેપ લગાવવામાં આવી રહ્યા છે. જો આનાં કરતા વધારે યોગદાન કરવામાં આવ્યું, તો વ્યાજનાં દર પર ટેક્સ લાગશે. જ્યારે સરકારી કર્મચારીઓનાં જીપીએફમાં ટેક્સ ફ્રી યોગદાનની સીમા 5 લાખ સુધીની છે. 

દવાઓ પર વધારે ખર્ચ 


સામાન્ય માણસોને દવાઓ પર ખર્ચ વધવાનો છે. મોંઘવારીની મારથી પરેશાન લોકો માટે એક એપ્રિલથી દવાઓ ખરીદવી મોંઘી થઇ જશે. રિપોર્ટ અનુસાર, 800 આવશ્યક દવાઓની કિંમતોમાં 10.7 ટકાનો વધારો થવાનો છે. આમાં તાવની દવા પેરાસીટામોલ પણ સામેલ છે. 

પોસ્ટઓફિસ યોજના નિયમો 


પોસ્ટઓફિસની માસિક કમાણી યોજના, વરિષ્ઠ નાગરિક બચત યોજના કે પોસ્ટઓફિસમાં ટર્મ ડિપોઝીટમાં રોકાણ સાથે જોડાયેલા નિયમો પણ બદલાવા જઈ રહ્યા છે. આ સ્કીમોમાં વ્યાજની રકમ એક એપ્રિલથી રોકડ નહિ મળે. આ માટે તમારે બચત ખાતું ખોલાવવું પડશે. આ ઉપરાંત, જે ગ્રાહકોએ પોતાના પોસ્ટ ઓફિસ ખાતા કે બેંક ખાતાને પોતાની આ યોજનાઓ સાથે લિંક નથી કર્યા અને આવા મામલાઓમાં વ્યાજ પેમેંટ નથી થઇ રહ્યું.  એટલા માટે તેને લિંક કરવા જરૂરી છે. 

ગેસ સિલીન્ડરમાં ભાવ વધારો 


દર મહિનાની જેમ એપ્રિલનાં પહેલા દિવસે પણ ગેસ સીલીન્ડરનાં ભાવમાં બદલાવ થઇ શકે છે. જે પ્રકારે દેશમાં પેટ્રોલ - ડીઝલનાં ભાવમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે, સંભાવના જતાવવામાં આવી રહી છે કે એક વાર ફરી ગેસ સીલીન્ડરના ભાવમાં વૃદ્ધિ જોવા મળી શકે છે. 

ઘર ખરીદવું પડશે મોંઘુ 


કેંદ્ર સરકાર પહેલી વાર ઘર ખરીદનાર માટે ધારા 80EEA હેઠળ છૂટનો ફાયદો બંધ કરવા જઈ રહી છે. આ કારણે હવે 1 એપ્રિલથી ઘર ખરીદવું મોંઘુ પડી જશે. 

ક્રિપ્ટોથી કમાણી પર ટેક્સ

નવા ફાઈનાન્સિયલ યરનાં પહેલા દિવસે એટલે એક એપ્રિલથી મોટો બદલાવ ક્રિપ્ટો પર લાગનાર ટેક્સનો છે. બજેટ 2022- 23માં નિર્મલા સીતારમણએ બધા વર્ચ્યૂઅલ ડિજિટલ એસેટ કે ક્રિપ્ટો એસેટ પર 30 ટકા ટેક્સનું એલાન કર્યું હતું. આ હેઠળ જો ક્રિપ્ટો એસેટ વેચવા પર રોકાણકારોને ફાયદો થશે, તો સરકારને ટેક્સ આપવો પડશે. આ સાથે જ જ્યારે જ્યારે કોઈ ક્રિપ્ટો એસેટ વહેંચે છે, તો તેના વેંચાણ પર એક ટકાનાં દરથી ટીડીએસ લાગશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News India PF Account ઇન્ડિયા પોસ્ટ ઓફિસ INDIA
Jaydeep Shah
Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ