ડોક્ટર લોહી ચઢાવે તે પહેલા કરી લો આ કામ, નહિ રહે જીવનું જોખમ

By : kaushal 04:16 PM, 14 June 2018 | Updated : 04:16 PM, 14 June 2018
હંમેશા ખબરોમાં આવતુ રહે છે કે દર્દીને ખોટુ લોહિ ચઢાવી દેવાયુ જેનાથી તેની હાલત સુધરવાના બદલે વધુ ખરાબ થઈ ગઈ છે. લોહી ચઢાવવાની જરૂરિયાત ઘણા પ્રકારની બિમારીઓ અને સર્જરીમાં પડે છે. જો તમારી સામે ક્યાકેય આવી પરિસ્થિતિ આવે કે તમારા કોઈ સ્વજનને લોહી ચઢાવવાની જરૂરિયાત હોય તો આવી સ્થિતિમાં તમારે કેટલીક વોતોનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ...

-ધ્યાન રાખો કે હંમેશા લાયસન્સ વાળી કે પ્રમાણિત બ્લડ બેન્કથી જ બ્લડ લેવું
- બ્લડને હોસ્પીટલ લઈ જતી વખતે એ વાતની સાવધાની હંમેશા વર્તવી જોઈએ કે તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ સુધી બની રહે. તની માટે થર્મોકોલ કે બોક્સનો ઉપયોગ કરો. યાદ રહે ક્યારેય બ્લડને બરફની સાથે ન રાખો.

-બ્લડ લેતા સમયે બેગ પર લખેલી એક્સપાયરી ડેટને જરૂર ચેક કરો
-જો બ્લડ ચઢાવવામાં થોડો સમય લાગે એમ હોય તો હોસ્પિટલના ફ્રિજમાં મુકાવી દો અને જે સમયે દર્દીને બ્લડ ચઢાવવામાં આવે ત્યારે બેગ પર લખેલી ડિટેલ્સ એકવાર ચેક કરી લો.

-બ્લડ વાળી બેગને સાફ-સુથરા હાથોથી જ અડવું
-એ વાતનું ધ્યાન રાખો કે બેગમાં કોઈ પ્રકારનો જમાવ તો નથી, કેમકે ઘણીવાર એવું થતુ હોય છે કે પ્લાઝ્મા ઉપર અને રેડ સેલ નીચે જમા થઈ જાય છે. આવુ બ્લડ ચઢાવવા લાયક નથી હોતું. તાપમાનમાં ફેરફારના કારણે આવુ થતુ હોય છે.Recent Story

Popular Story