બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 2025માં રૂપિયામાં રમશે આ જાતકો, ક્યાંક તમારી તો રાશિ નથી ને આમાં! ગ્રહ ગોચર કરાવશે લાભ

photo-story

7 ફોટો ગેલેરી

ગ્રહ ગોચર / 2025માં રૂપિયામાં રમશે આ જાતકો, ક્યાંક તમારી તો રાશિ નથી ને આમાં! ગ્રહ ગોચર કરાવશે લાભ

Last Updated: 12:43 PM, 4 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આ ડિસેમ્બર મહિનાના છેલ્લા પાંચ દિવસ પાંચ ગ્રહોના નામે રહેવાના છે. જેમાં બુધ, ગુરુ, શુક્ર, શનિ અને સૂર્યનો સમાવેશ થાય છે. તેમના યોગ યુતિથી પાંચ રાશિ પર શુભ અસર થવાની છે. તેમની અનેક સમસ્યાઓ દૂર થશે.

1/7

photoStories-logo

1. ડિસેમ્બર મહિનો ગ્રહ ગોચરને મહત્વનો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ ડિસેમ્બર મહિનો ગ્રહ ગોચરને લઈ ખૂબ મહત્વનો રહેવાનો છે. જેમાં આ મહિનાના છેલ્લા પાંચ દિવસમાં અનેક શુભ યોગ બનવા જઈ રહ્યા છે અને ગ્રહ ગોચર પણ થવાના છે. જેનાથી વર્ધ 2025ની શરૂઆતમાં પાંચ રાશિઓનું નસીબ ચમકી જવાનું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. અનેક યોગ યુતિનું નિર્માણ

ડિસેમ્બર 2024ના શુક્રવાર 27 તારીખે બુધ અને ગુરુ એકબીજાની સામે સ્થિત થશે અને સમસપ્તક યોગ બનાવશે. આ તારીખે જ બુધ અને શનિ એકબીજાના સમકોણે અવસ્થિત થઈને કેન્દ્ર દ્રષ્ટિ યોગ બનાવશે. તો સૂર્ય અને ચંદ્ર પણ એકસાથે વ્યતિપાત યોગનું નિર્માણ કરીને ગોચર કરશે. 27 ડિસેમ્બરે શનિ શતભિષા નક્ષત્રમાંથી નીકળીને પૂર્વા ભાદ્રપદમાં પ્રવેશ કરશે. 28 ડિસેમ્બર 2024ના રોજ શુક્ર મકર રાશિમાંથી નીકળી કુંભમાં પ્રવેશ કરશે. તો 29 ડિસેમ્બર 2024ના રોજ સૂર્ય તેમના મૂળ નક્ષત્રમાંથી બહાર નીકળીને પૂર્વાષાદમાં ગોચર કરશે. જેથી પાંચ રાશિના લોકો પર તેની શુભ અસર થવાની છે. તે પાંચ લકી રાશિઓ વિશે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. મેષ

મેષ રાશિના લોકોની નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે. તમારો આત્મવિશ્વાસ વધશે. તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વધુ સંકલ્પબદ્ધ બનશો. વેપારીઓ માટે આ સમય ઘણો લાભદાયક રહેશે. વેપારનું વિસ્તરણ થશે. વર્ક પ્લેસ પર નોકરી કરતા લોકોના કામની પ્રશંસા થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સિંહ

આ સમયગાળા દરમિયાન જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે તમે પ્રેરિત થશો. રચનાત્મક કામથી આવક વધશે. રોકાણથી ફાયદો થશે. નોકરી કરતા લોકોને કાર્યમાં સફળતા મળશે. આર્થિક લાભની અનેક તકો મળશે. વેપાર વધશે થશે અને નવા વેપાર સંબંધો પણ બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. તુલા

આ રાશિના લોકોના જીવનમાં બધુ જ સંતુલિત રહેશે. સંબંધોને મહત્વ આપતાં થશો અને તેમને મજબૂત પણ કરવાનો પ્રયાસ કરશો. પારિવારિક સંપત્તિમાંથી લાભ થશે. રોકાણ કરવાથી વળતર પણ સારું મળશે. નોકરિયાત લોકોના તેમના કલીગ સાથે સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. નવા વેપાર કરાર પણ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ધન

આ સમયે તમે વધુ ઉત્સાહી અને આશાવાદી રહેશો. નવું જ્ઞાન મેળવવા ઉત્સુક રહેશો . શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ થશે. નોકરી કરતા લોકોને તેમની કારકિર્દીમાં નવી ઊંચાઈઓ પર પહોંચવાનો મોકો મળશે. વિદેશ પ્રવાસની તકો પણ સર્જાશે. વેપારમાં ભાગીદારીમાંથી ફાયદો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. મકર

સખત મહેનત અને અનુશાસન દ્વારા તમને લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળતા મળશે. પૈસા કમાવવાના પ્રયત્નો કરવાથી સફળતા મળશે. સંપત્તિ સંબંધિત મામલામાં પણ સફળતા મળશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. વેપારી વર્ગ માટે આ સમય ઘણો ફાયદાકારક રહેશે. નવા વેપાર કરાર થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Grah Gochar Zodiac Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ