These people from Gujarat will get concession at Toll Plaza, 75 percent discount announcement
ફાસ્ટેગ /
ગુજરાતના આ લોકોને ટોલ પ્લાઝા પર મળશે કન્સેશન, 75 ટકા જેટલી છૂટની જાહેરાત
Team VTV06:29 PM, 26 Feb 21
| Updated: 07:45 PM, 26 Feb 21
ટોલ પ્લાઝા આસપાસ રહેતા લોકોને 75 ટકા ડિસ્કાઉન્ટ મળશે. ટોલ પ્લાઝાના નજીકના ગામડાઓના લોકોને માત્ર 10 રૂપિયામાં એન્ટ્રી અપાશે.
ફાસ્ટેગના ફરજિયાત ઉપયોગ સાથે મહત્વના સમાચાર
રાજકોટ-જેતપુર નેશનલ હાઈ-વે પર ટોલ પ્લાઝામાં ડિસ્કાઉન્ટ મળશે
નજીકના ગામડાઓના લોકોને માત્ર 10 રૂપિયામાં એન્ટ્રી અપાશે
ટોલટેક્સ પર ફાસ્ટેગના ફરજિયાત ઉપયોગ સાથે મહત્વના સમાચાર આવ્યા છે. રાજકોટ-જેતપુર નેશનલ હાઈ-વે પર આવેલા ટોલ પ્લાઝામાં ડિસ્કાઉન્ટ મળશે. ભરૂડી ટોલ પ્લાઝા અને પીઠડીયા ટોલ પ્લાઝામાં સ્થાનિકોને ડિસ્કાઉન્ટ મળશે. ટોલ પ્લાઝા આસપાસ રહેતા લોકોને 75 ટકા ડિસ્કાઉન્ટ મળશે. ટોલ પ્લાઝાના નજીકના ગામડાઓના લોકોને માત્ર 10 રૂપિયામાં એન્ટ્રી અપાશે. આ સાથે એક નિયમ પણ લાગુ કરાયો છે. જેમાં ફાસ્ટેગવાળા વાહનોમાં જ ડિસ્કાઉન્ટ મળશે.
તો બીજી તરફ ફાસ્ટટેગ નહીં લગાવનાર વાહનોને બમણા રૂપિયા ચૂકવવા પડશે. ટોલ પ્લાઝાના અધિકારીએ VTV સાથે કરી ખાસ વાતચીતમાં આ તમામ નિયમો વિશે જાણકારી આપી હતી.
આ ટોલ ચાર્જ લેવાનું એક ઈલેક્ટ્રોનિક માધ્યમ છે જે સ્ટીકરનાં રુપમાં હોય છે. જ્યારે તમે ટોલ પ્લાઝાથી પસાર થાઓ છો ત્યારે ફાસ્ટેગ રીડર તમારા ફાસ્ટેગ બારકોડ રીડ કરી લેશે અને બેંક ખાતામાંથી પૈસા કપાશે. જો તમારી ગાડીનો નંબર પ્લેટ સફેદ છે તો ટોલ પ્લાઝાથી પસાર થવા માટે ફાસ્ટેગ જરુરી છે. પ્રાઇવેટ કારને ફાસ્ટેગમાંથી કોઈ છુટ નથી આપવામાં આવી. જો ફાસ્ટેગ નહીં હોય તો બે ગણો ચાર્જ આપવો પડશે.
ટૂ વ્હિલરને કોઈ ટેક્સ નથી લાગતો
દેશમાં પીળી નંબર પ્લેટને કમર્શિયલ વાહનોની લીસ્ટમાં સમાવેશ કરાયો છે. તે પછી ટ્રક હોય કે કેબ ફાસ્ટેગ ફરજિયાત રહેશે. ફાસ્ટેગ ટૂ વ્હિલર્સ માટે ફરજિયાત નથી કરવામાં આવ્યુ. એનએચએઆઈ દ્વારા હાઈવે પર ટૂ વ્હિલર માટે કોઈ ટોલ ટેક્સ નથી રાખવામાં આવ્યો. તે વાહનો માટે ફ્રી લેન પણ રાખવામાં આવે છે.