દિવસે કરવામાં આવતી આ ભૂલોને કારણે રાત્રે ઊંઘ આવતી નથી. જાણો કઈ કઈ છે આ ભૂલો
રાત્રે ઊંઘ ન આવવી એક સામાન્ય સમસ્યા
દિવસે વધારે ઊંઘ લેવાથી પણ આમ બને છે
સ્મોકિંગ કરવાથી પણ રાત્રે ઊંઘ આવતી નથી
રાત્રે ઊંઘ ન આવવી એક સામાન્ય સમસ્યા
આપણે સૌએ સાંભળ્યું હશે કે રાત્રીની ઊંઘથી દિવસભરનો થાક ઉતરી જાય છે. જો તમે પોતાના શેડ્યુલથી થોડો સમય કાઢીને સુવાની કોશિશ કરવા માંગો છો અને આમ નથી કરી શકતા કે રાત્રે અચાનક તમારી ઊંઘ ઉડી જાય છે, તો સમજી લો આવું માત્ર તમારી સાથે જ નથી બની રહ્યું.
2019નાં એક રિપોર્ટ અનુસાર, હાલના વર્ષોમાં ઊંઘમાં ખલેલ એક એવી મહામારી છે, જે વિષે મોટાભાગના લોકોને જાણકારી નથી.
ચોંકાવનાર વાત એ છે કે આ સ્લીપ ડિસરપ્શનનું કારણ તમારું ડેલી રૂટીન છે. અહી અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે દિવસનાં સમયની કઈ કઈ ખરાબ આદતો તમારી રાતની ઊંઘ ખરાબ કરી શકે છે.
ડે લાઈટ અને બ્લૂ લાઈટ
સરકેડિયન રીદમ કદાચ તમે સાંભળ્યું હશે. આ આપણા શરીરને સંકેત આપે છે કે આપણે ક્યારે સુવાનું અને ક્યારે જાગવાનું છે. આ સરકેડિયન રીદમને જાળવી રાખવામાં સૂર્યનો પ્રકાશ ઘણો જરૂરી છે.
ડેઝ વેબસાઈટમાં ચીફ સાઈન્સ ઓફિસર મેરવ કોહેન જીયોને કહ્યું છે કે સૂર્યનો પ્રકાશ પણ આપણા મગજને સંકેત આપે છે કે સુવા કે જાગવાનો સમય થયો છે કે નહીં.
હવે સવાલ એ છે કે આ માટે કેટલા સૂર્ય પ્રકાશની જરૂર છે.
કોહેન જીયોન જણાવે છે કે સવારે 20થી 30 મિનિટ સનલાઈટ લેવી જોઈએ અને ઊંઘતાનાં બે કલાક પહેલા સુધી સ્ક્રીનથી નીકળતા બ્લૂ તરંગોથીં બચવું જોઈએ.આ તમારી સુવા-જાગવાની સાઈકલ ખરાબ કરે છે.
દિવસે લાંબી ઊંઘ લેવી
જો તમને લાગે છે કે દિવસે લાંબી ઊંઘ એ તમારી રાતની ઊંઘની ભરપાઈ કરી શકે છે, તો એમ નથી પણ આ તમને વધારે નુકસાન પહોંચાડે છે.
મેટ્રેસ ક્લેરિટીની સ્લીપ હેલ્થ સ્પેશિયાલિસ્ટ વિક્ટોરિયા વિલ્ડહોર્ન જણાવે છે કે દિવસે થોડો સમય જ ઊંઘ લેવી જોઈએ. જો તમારી ઊંઘ એટલી લાંબી છે કે તમે ઊંડી ઊંઘમાં ચાલ્યા જાઓ છો તો આવામાં રોજ રાત્રે સુવું અઘરું પડશે.
દિવસે ઊંઘ લેવા માટે સાચો સમય શું છે?
ઊંઘનાં મનોવૈજ્ઞાનિક સમીના અહમદ જેરેગુઈ જણાવે છે કે 15થી 20 મિનિટની ઊંઘ તમને ફ્રેશ કરી શકે છે અને દિવસની પ્રોડકટીવીટી પણ સુધારે છે. તેઓ કહે છે કે લાંબી ઊંઘ કે બપોરે ત્રણ વાગ્યા પછી લેવામાં આવતી ઊંઘ તમારી રાતની ઊંઘને બગાડે છે.
રાત્રે સુતા પહેલા સ્નેક્સની લત
અમુક ફૂડ્સ તમારી ઊંઘ બગાડી શકે છે અને જો તે સાંજે લેવામાં આવે, તો ઊંઘ પર તેની ખરાબ અસર પડે છે. આ ફૂડ્સમાં ચોકલેટ, શુગર, સેચ્યુરેટેડ ફેટ અને કેફીન સામેલ છે.
2016ની એક સ્ટડીથી જાણ થઈ છે કે અમે ફાઈબર, વધારે સેચ્યુરેટેડ ફેટ અને શુગરવાળા ડાયટથી સ્લીપ ડીસઓર્ડર થઇ શકે છે. જોકે અખરોટ, એવાકેડો, પનીર અને દહીં જેવા હેલ્ધી ફેટ્સથી ભરપૂર ભોજન ઊંઘ લાવવામાં મદદ કરે છે.
અમુક ખરાબ આદતો
2020માં બેસ્ટ મેટ્રેસ બ્રાંડે જે લોકોને સવારનાં સમયે પોતાની પથારી ઠીક કરવાની આદત છે, તેઓ વધારે પ્રોડક્ટીવ હોય છે, હેલ્ધી ભોજન લે છે અને તેમને દિવસમાં સારો અનુભવ થાય છે. તેઓ સરેરાશ લગભગ 20 મિનિટ વધારે ઊંઘ લે છે, તેમને સુતા સમયે ઓછી તકલીફોનો સામનો કરવો પડે છે.
વિકેન્ડ શેડ્યુલ
વીકલી રૂટીનથી સમજૂતી કરી વિકેન્ડ પર જ સમગ્ર બોજ લઇ લેવાથી સ્લીપ ડિસરપ્શન થાય છે. જો તમે વિકેન્ડ પર વધારે ઊંઘ લો છો તો સમજી લો કે તમારી રાતની ઊંઘ પર આ બાબતની અસર પડી શકે છે.
સાંજની એક્સરસાઈઝ
એક્સરસાઈઝથી ઊંઘની ક્વોલીટીમાં સુધાર થાય છે. જ્યારે તમે એક્સરસાઈઝ કરો છો તો આમ કરવાથી તમારી સરકેડિયન રીદમ પર અસર પડે છે. જો શક્ય હોય તો સાંજે વર્કઆઉટને સ્કીપ કરી દો અને અને સાત વાગ્યા પહેલા જ એક્સરસાઈઝ કરી લો.
સ્મોકિંગ હેબીટ્સ
અમુક લોકો માટે સિગારેટ તેમના થાકને દૂર કરે છે પરંતુ સુતા પહેલા સ્મોકિંગ કરવું યોગ્ય નથી.
સુતા પહેલા ગરમ પાણીથી સ્નાન કરવું
જો તમને લાગે છે કે રાત્રે સુતા પહેલા ગરમ પાણીથી સ્નાન કરવાથી તમારો દિવસભરનો થાક દૂર થાય છે, તો આમ નથી પણ આમ કરવાથી તમને રાત્રે ઊંઘ આવવામાં તકલીફ પડી શકે છે.
ગરમ પાણીથી નહાવાથી તમારા શરીરનું તાપમાન વધી જાય છે. સુતા પહેલા તમારા શરીરનું તાપમાન ઓછું હોવું જોઈએ. શરીરનું તાપમાન વધવાથી તમને ઊંઘ આવવામાં તકલીફ પડી શકે છે. એટલા માટે રાત્રે સુતા પહેલા ગરમ પાણીથી સુવું ન જોઈએ.