બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / આ ભૂલોને કારણે પીરિયડ્સ થઈ જાય છે અનિયમિત, દુઃખાવાથી રાહત મેળવવા અપનાવી જોઈએ આ ટિપ્સ

ટિપ્સ / આ ભૂલોને કારણે પીરિયડ્સ થઈ જાય છે અનિયમિત, દુઃખાવાથી રાહત મેળવવા અપનાવી જોઈએ આ ટિપ્સ

Last Updated: 02:40 PM, 29 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલાઓનું સારું આરોગ્ય તેના માસિક ધર્મ પર આધાર રાખે છે. આ કારણોસર મહિલાઓને માસિકચક્ર દરમિયાન ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.

પીરિયડ્સ દરમ્યાન દરેક મહિલાને કોઈને કોઈ પ્રોબ્લેમ થતી જ હોય છે. કોઈ મહિલાને પીરિયડ્સ દરમ્યાન કેવી સમસ્યાઓ થાય છે તે તેના શરીરનું સ્ટ્રક્ચર, હોર્મોન્સ, જિનેટિક પ્રોબ્લેમ, લાઈફસ્ટાઈલ, કોઈ બીમારી જેવી બાબતો પર આધાર રાખે છે. જેથી આજે અમે એવી સરળ ટિપ્સ અને હેક્સ જણાવીશું જે મહિલાઓને આ સમય દરમ્યાન કામ આવશે અને રાહત પણ આપશે.

period-chat-th............

નિયમિત માસિક માટેની ટિપ્સ

મહિલાઓએ 28 દિવસનું માસિકચક્ર જળવી રહે તે માટે ડાયટમાં કેટલાક સીડ્સ જરૂરથી શામેલ કરવા જોઈએ. ડાયટમાં અળસીના બીજ, કોળાના બીજ, તલ અન સૂરજમુખીના બીજ જરૂરથી શામેલ કરવા જોઈએ. જેથી શરીરમાં પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજનનું સ્તર જળવાઈ રહે છે. પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન પ્રજનન ક્ષમતા તથા માસિકચક્રને નિયમિત કરવાનું કામ કરે છે. માસિકચક્ર દરમિયાન ડેરી પ્રોડક્ટનું સેવન ના કરવું જોઈએ. આ દરમિયાન ગળી વસ્તુઓ, જંક ફૂડ, શરાબ, કેફીન અને ફાસ્ટ ફૂડનું સેવન ના કરવું.

પૂરતી ઊંઘ

અનિંદ્રાને કારણે મેલાટોનિક સ્તર પર અસર થાય છે. મેલાટોનિન એક હોર્મોન છે, જે માસિકચક્રની શરૂઆત અને માસિકચક્રની લંબાઈને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ કારણોસર માસિકચક્રને નિયમિત કરવા માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે.

woman_12_1

કોઈ જ કસરત ન કરી શકતા હો તો વૉક અવશ્ય કરો

મોટાભાગની મહિલાઓને પીરિયડ્સ દરમ્યાન આરામ કરવાનું પસંદ હોય છે. પણ પીરિયડ્સ દરમ્યાન થતાં પેટ અને કમરના દુખાવાને ઓછો કરવા માટે થોડી ગણી એક્સરસાઈઝ જરૂરી છે. જેના માટે તમે વૉક પણ કરી શકો છો. તેનાથી શરીરમાં એન્ડોર્ફિનની માત્રાને વધારે છે, જેનાથી શરીરમાં દુખાવો પેદા કરનાર હોર્મોન્સમાં કમી આવે છે.

વધુ માત્રામાં કોફી પીવાનું ટાળવું

કોફીમાં કેફી વધુ પ્રમાણમાં હોય છે. જેથી જો તમને કોફી બહુ જ પસંદ હોય તો પણ આ સમયે કોફી પીવાનું ટાળવું, કારણ કે તેનાથી ક્રેમ્પ્સની સમસ્યા વધી શકે છે અને કોફીને કારણે ઊંઘ પર ડિસ્ટર્બ થઈ શકે છે. આ સિવાય વધુ કોફી પીવાથી બ્લોટિંગનો પ્રોબ્લેમ પણ થઈ શકે છે.

અનુલોમ વિલોમ-

નિયમિતરૂપે 15 મિનિટ સુધી અનુલોમ વિલોમ કરવું જોઈએ. જેથી માસિકચક્ર દરમિયાન થતા દુખાવાથી રાહત મળે છે. હોર્મોન કંટ્રોલમાં રહે છે તથા ચિંતા અને તણાવમાં ઘટાડો થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Period Problems period cramps Periods Problem
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ