દેશના મોટર વ્હીકલ એક્ટમાં સમયાંતર નવા નિયમો આવતા રહે છે. આ સાથે જ બિન જરૂરી નિયમોને ખતમ પણ કરવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી મોટર વ્હીકલ એક્ટમાં નવા નિયમો જોડાયા છે જેનું પાલન ન કરવામાં લાયસન્સ જપ્ત થઈ શકે છે. અહીં અમે એવા નિયમો જણાવી રહ્યા છીએ જેનું પાલન ન કરવાથી તમારું લાયસન્સ જપ્ત થશે.
ડ્રાઈવિંગ સમયે ન રાખો બેદરકારી
10માંથી કોઈ 1 ભૂલ કરવાથી થશે લાયસન્સ જપ્ત
મોટર વ્હીકલ એક્ટમાં કરાઈ છે આ જોગવાઈ
મોટા અવાજમાં મ્યુઝિક
ગાડીમાં મોટા અવાજમાં મ્યુઝિક વગાડવાથી તમને દંડ થઈ શકે છે. મ્યુઝિકનો વોલ્યુમ લેવલને લઈને કોઈ નિયમ નથી. આ માટે પોલીસ તમને 100 રૂપિયાનો દંડ કરી શકે છે. આ સિવાય તમારું લાયસન્સ પણ જપ્ત કરી શકે છે.
સ્પીડ લિમિટ
શાળાની આસપાસની સડક પર ફાસ્ટ સ્પીડમાં ડ્રાઈવિંગની પરમિશન નથી. આ જગ્યાઓએ સ્પીડ લિમિટના બોર્ડ હોય છે. અહીં નિયમનું ઉલ્લંઘન કરવાથી લાયસન્સ જપ્ત કરવાની સાથે દંડની પણ જોગવાઈ છે. અહીં 25 કિમી પ્રતિ કલાકથી વધુ સ્પીડથી ડ્રાઈવિંગ ન કરવું.
નેવિગેશન સિવાય ફોનનો ઉપયોગ
આ નિયમ વિશે ઘણા લોકો જાણે છે. ડ્રાઈવિંગ સમયે ફોનનો ઉપયોગ કરવાથી તમારી પર દંડ લાગૂ થઈ શકે છે. આ સિવાય ડ્રાઈવર નેવિગેશન સર્વિસ છોડીને કામ માટે મોબાઈલ યૂઝ કરી શકશે નહીં.
બ્લૂટ્રૂથથી ફોન પર વાતચીત
આ સુવિધા લગભગ દરેક કાર કંપનીઓ આપે છે. ડ્રાઈવિંગ સમયે બ્લૂટ્રૂથના માધ્યમથી ફોન પર વાત કરવું ગુનો બને છે. આ સાથે આ માટે પોલીસ તમારું લાયસન્સ જપ્ત કરી શકે છે અને તમને દંડ પણ થઈ શકે છે.
પગપાળા યાત્રીઓ માટે સુવિધા
પગપાળા યાત્રીઓ સડક પાર કરી શકે તે માટે સડક પર ઝિબ્રા ક્રોસિંગની વ્યવસ્થા કરાઈ છે. રેડ લાઈટ સિવાય ઝિબ્રા ક્રોસિંગની ઉપર ત્ને પાર કરવા માટે ગાડી રોકવાથી તમને દંડ થઈ શકે છે. આ સિવાય કેટલાક મહિનાઓ માટે લાયસન્સ સસ્પેન્ડ પણ થઈ શકે છે.
ફૂટપાથ પર ડ્રાઈવિંગ
ટૂ વ્હીલર ચલાવનારા લોકો ખાસ કરીને ટ્રાફિકથી બચવા માટે ફૂટપાથ પર ગાડી ચલાવી લેતા હોય છે. આ નિયમનું ઉલ્લંઘન છે. આ માટે તમારું લાયસન્સ જપ્ત થઈ શકે છે.
પ્રેશર હોર્નનો ઉપયોગ
પ્રેશર હોર્નનો ઉપયોગ દેશમાં પ્રતિબંધિત છે. આ હોર્ન લગાવવો ગેરકાયદેસર છે. કેમકે એક પ્રકારનું મોડિફિકેશન છે જે ગાડીમાં કરાવવાની પરમિશન નથી. આમ કરવાથી લાયસન્સ જપ્ત થઈ શકે છે અને દંડ પણ થઈ શકે છે. પ્રેશર હોર્નની સાથે મલ્ટી હોર્ન પણ પ્રતિબંધિત છે.
પબ્લિક રોડ પર રેસ
પબ્લિક રોડ પર રેસ કરવાથી પણ તમને દંડ થઈ શકે છે અને આ સાથે તમારું લાયસન્સ પણ જપ્ત થઈ શકે છે.
એમ્બ્યુલન્સને રસ્તો ન આપવો
એમ્બ્યુલન્સને રસ્તો ન આપવો તમારા માટે નુકસાન દાયક સાબિત થઈ શકે છે. તેમાં ગંભીર દર્દીઓને લઈ જવાતા હોય છે. એમ્બ્યુલન્સને રસ્તો ન આપવાથી સ્થિતિ વણસી શકે છે માટે આ કારણે પોલીસ તમને દંડ ફટકારીને મેમો ફાડી શકે છે અને સાથે જ લાયસન્સ પણ જપ્ત કરી શકે છે.