. ..જો અચાનકથી તમારી સાથે બને આ ઘટનાઓ, તો જાણો તેની પાછળનો અર્થ

By : juhiparikh 01:21 PM, 11 July 2018 | Updated : 01:21 PM, 11 July 2018
ક્યારેક આપણાં જીવનમાં એવી ઘટનાઓ થાય છે. જેને આપણે માત્ર સંયોગ સમજીને અવગણતાં હોઈએ છીએ. જોકે, આ ઘટનાઓ માત્ર સંયોગથી જ નથી સર્જાતી પરંતુ ભવિષ્ય તરફ પણ ઈશારો કરતી હોય છે. આજે આપણે વાત કરીશું એવી જ કેટલીક ઘટનાઓ વિશે જેમાંથી કોઈને કોઈ તમારી સાથે પણ બની હશે. જાણો આવી જ ઘટનાઓના ઉપાય…

જો સામાન્ય સ્થિતિમાં કોઇ ભવનનું પ્લાસ્ટર અચાનક જ નીચે પડે તો તે મકાન પર આવનાર મુશ્કેલીઓનો સંકેત છે. આથી પરેશાન ન થાઓ પરંતુ રોજ સુંદરકાંડનો પાઠ કરાવો. જો રોજ ન થાય તેમ હોય તો મંગળવાર અને શનિવારે અવશ્ય કરો. મનને શાંત કરવા માટે તમે સત્યનારાયણ ભગવાનની કથા પણ કરાવી શકો છો.

ક્યારેક અચાનક જ તમારા ઘરમાં રાખેલો અરીસો અથવા કાચ તૂટી જાય તો સમજી લો કે ટૂંક સમયમાં આવનારું સંકટ ટળી ગયું છે. આ માટે ભગવાનનો આભાર માની અને પૂજાઘરમાં ઘીનો દીવો લવિંગ નાખીને પ્રગટાવો અને ખીર બનાવીને ભગવાનને ભોગ ધરાવો.

જો તમારા ઘરમાં કોઇ ઉત્સવ અથવા આયોજનમાં અચાનક જ આગ લાગી જાય તો આવતા વર્ષમાં આવનાર મુશ્કેલીઓ તરફ ઈશારો કરે છે. તેને ટાળવા માટે ઘરમાં રામાયણ અથવા સુંદરકાંડનો પાઠ કરાવવો જોઈએ. પોતાની રોટલી તોડીને પક્ષી, ગાય અને કૂતરાને આપવી જોઈએ.

જો તમારા ઘરના ફળિયામાં અચાનક જ તૂટેલું હાડકું ક્યાંકથી આવી પડે તો સમજી લો કે તમને ટૂંક સમયમાં જ કોઈ અશુભ સમાચાર મળવાનાં છે. વિષ્ણુ પુરાણમાં હાડકાનું સ્પર્શ થવા પર સ્નાન કરવાનો ઉપાય બતાવવામાં આવ્યો છે. ઘર કે આંગણાં હાડકાં પડવાથી ઘરની સફાઇ કરવાથી આવનારા સમયની મુશ્કેલીઓને ઓછી કરી શકાય છે. આ પ્રકારની ઘટના હોવા પર મહામૃત્યુજંય મંત્રનો જાપ કરવો જોઇએ. 

અનેકવાર પતિનો સમૃદ્ધ અને ઉચ્ચ પગાર હોવાં છતાં પત્નીને રુપિયા આપવામાં આનાકાની કરતો હોય છે. આથી તમારે ધીરજથી કામ લેવું જોઈએ અને ઘરમાં કુબેરયંત્ર સ્થાપિત કરવું જોઈએ.

પ્રતિદિન સવારે નાહીને પોતાના ઘરની 3 અથવા સાત વાર પરિક્રમા કરવાથી ઘરના દરેક વાસ્તુદોષનો નાશ થાય છે. આવું કરવાથી તમારુ ઘર એક મંદિર બની જાય છે અને તેમાં રહેનારને ધન ઉપરાંત ઐશ્વર્યની સાથે-સાથે આરોગ્યની પણ પ્રાપ્તિ થાય છે. તમે શુક્લપક્ષના રવિવારથી પરિક્રમા શરુ કરી શકો છો.Recent Story

Popular Story