છોકરીઓ સાથે વાત કરતી વખતે છોકરાઓએ ધ્યાન રાખવું જોઇએ કે તે કેવી રીતે વાત કરી રહ્યા છે. મોટાભાગની છોકરીઓ છોકરાઓના અમુર શબ્દો સાંભળી નારાજ થઇ જાય છે. આજે અમે તમને જણાવશું કે છોકરાઓએ કઇ વાતોનું ખાસ ધ્યાન રાખવુ જોઇએ.
ચમચી:
ઘણીવાર ટીચર અથવા કોઇ અન્ય વ્યક્તિ સાથે પ્રતિબદ્ધ છોકરીઓને મોટાભાગે લોકો ચમચી કહેવાનું શરૂ કરી દેતા હોય છે. તેમને આમ કહીને તમે તેની પ્રતિબદ્ધતા પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ સાથે જ આ પ્રકારની વાતોથી તેમની લાગણીઓ દુભાય છે.
ઑવર સ્માર્ટ અથવા ઇગોઇસ્ટિક:
જે મહિલાઓ વધારે કૉન્ફિડેન્સવાળી હોય છે તેમને પુરુષ મોટાભાગે ઓવર સ્માર્ટ અથવા ઇગોવાળી સમજે છે. જેનાથી મહિલાઓની નેગેટિવ પર્સનાલિટી બધાની સામે આવે છે. એટલા માટે કોઇ પણ મહિલા સાથે વાત કરતી વખતે આ શબ્દોનો ઉપયોગ ન કરશો.
કેરેક્ટર લેસ:
ક્યારેય ગુસ્સામાં પણ પોતાના પાર્ટનર અથવા કોઇ અન્ય છોકરી માટે પણ આ શબ્દનો ઉપયોગ ન કરશો. તેનાથી તેમના વ્યક્તિત્વ પર તો પ્રશ્ન ઉઠે જ છે આ સાથે જ તમારી વાતોથી તેની લાગણી પણ દુભાય છે.
મોટી અથવા કાળી:
ક્યારેય પણ પોતાના પાર્ટનર અથવા ફ્રેન્ડને ભૂલથી પણ આ શબ્દ ન કહેશો. તેનાથી છોકરીઓ મોટાભાગે ગુસ્સે થઇ જાય છે. છોકરીઓ આ પ્રકારના શબ્દો સાંભળવા ગમતા નથી.
પાગલ:
ઘણીવાર તમે તમારા પાર્ટનરને ગુસ્સમાં અથવા મજાકમાં પાગલ કહી દેતા હોવ છો. તેનાથી મહિલાઓને લાગે છે કે તમે પોતાની જાતને સમજદાર અને હોંશિયાર સમજો છો.
બહેનજી:
મહિલાઓ સાથે વાત કરતી વખતે ક્યારે પણ આ શબ્દનો ઉપયોગ ન કરશો. સામાન્ય રીતે આ શબ્દ સન્માનથી ભર્યો છે પરંતુ આજકાલ લોકો મહિલાઓનો મજાક ઉડાવવા માટે આ શબ્દનો ઉપયોગ કરે છે જે તેમને જરા પણ પસંદ નથી.