આ વસ્તુઓને ફરી ગરમ કરીને ખાવાથી થશો બિમાર, જઇ શકે છે જીવ

By : juhiparikh 06:57 PM, 13 June 2018 | Updated : 06:57 PM, 13 June 2018
જ્યારે પણ કોઇ ખાવાનું રહી જાય તો આપણે લોકો શું કરતાં હોઇએ છીએ? ફ્રિજમાં મૂકી દઇએ છીએ, જેથી ફેંકવું ના પડે અને તેણે ફરી ગરમ કરીને ફરી ઉપયોગમાં લઇએ છીએ. એટલું જ નહી ઘણા લોકો એવા પણ હોય છે જે પોતાનો સમય બચાવવા માટે એક જ વખતમાં વધારે ભોજન બનાવી લે છે અને પછી ફ્રિજમાં સ્ટોર કરી દે છે. જોકે ખાવાનું ફરી ગરમ કરતા તેના પોષક તત્વો નાશ પામે છે, આ સાથે જ ઘણા બદલાવ આવી જાય છે અને બદલાવ એવા હોય છે જેના કારણે ઘણી બિમારીઓ થઇ શકે છે. પરંતુ એવામાં સૌથી મોટો સવાલ આવે છે કે અમારા ખાવામાં એવી કઇ વસ્તુઓ છે જેણે ભૂલથી પણ ફરી ગરમ ના કરવી જોઇએ..

બટાકા:
બટાકા બાફી દીધા પછી રૂમના તાપામાનમાં ઠંડા થવા માટે મૂકી દેવામાં આવે છે, ગરમીના કારણે તેમાં બૉટુલિઝ્મ નામનું એક બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. ઠંડા થયા પછી માઇક્રોવેવમાં બટાકાને ગરમ કરવાથી તેમાં બેક્ટેરિયા ફરી જીવીત થઇ જાય છે. એવામાં બટાકા બાફ્યા પછી તેણે ઠંડા થવા માટે સીધા ફ્રિજમાં મૂકી દો.

પાલક:
પાલકને ફરી ગરમ કરવા પર કેન્સર થનાની શક્યતા વધી જાય છે. પાલકમાં રહેલા નાઇટ્રેટને ફરી ગરમ કરવાને કારણે કેટલાક તત્વો બદલાઇ જાય છે જેનાથી કેન્સર થવાની સંભાવના વધી જાય છે એવાંમાં પ્રયત્ન કરો કે પાલકને બાફ્યાં પછી તરત જ ખાઇ લો.

ચોખા:
ચોખાને તમે કઇ રીતે સ્ટોર કરો છે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં કાચા ચોખામાં જીવાણું હોય છે જે ચોખાના બફાયા પછી પણ રહે છે. એવામાં જો ચોખાને બાફ્યાં પછી તેણે રસોડા અથવા તો રૂમના તાપમાન  પર મૂકી દો છો તો આ જીવાણું બેક્ટેરિયામાં પરિવર્તિત થઇ જાય છે. આ ચોખા ખાવાથી ઉલ્ટી અને પેટમાં દુ:ખાવા થવાની સમસ્યા ઉભી થાય છે, જેથી ગરમ કર્યા પછી પણ તમે તેના ઝેરથી નહી બચી શકો.

બીટ:
બીટને ફરી ગરમ કરવાથી તેમાં રહેલા નાઇટ્રેટ સમાપ્ત થઇ જાય છે. આ માટે ફરી ગરમ ના કરવું જોઇએ. જો ક્યારેય એવું લાગે કે બીટ વધારે બની ગયું છે તો તેણે ફ્રિજમાં રાખી દો અને ખાવાના થોડા કલાકો પહેલા ફ્રિજમાંથી બહાર કાઢી લો અને ગરમ કર્યા વગર ખાવો.

મશરૂમ:
મશરૂમને સમારતા જ તેમાં રહેલા પ્રોટીન તત્વો ઓછા થઇ જાય છે, જેથી હંમેશા પ્રયત્ન કરવો જોઇએ કે તેને તરત જ ખાઇ લેવા જોઇએ.  એવામાં જો તેને બાફ્યાં પછી ફરી ગરમ કરવું બિલ્કુલ યોગ્ય નથી. મશરૂમને ફરી ગરમ કરીને ખાવાથી પેટ ખરાબ થઇ શકે છે.

ઇંડા:
ઇંડાને ફરી ગરમ કરીને ખાવા સ્વાસ્થ્ય માટે બહુજ હાનિકારક સાબિત થાય છે. ઇંડાને ફરી ગરમ કરવાથી તેમાં રહેલું પ્રોટીન વિષ બની જાય છે. જેનાથી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ વધી જાય છે.Recent Story

Popular Story