OMG /
કરોડપતિ લોકો રહે છે આ દેશમાં છતાં નથી એરપોર્ટની સુવિધા, કારણ ચોંકાવનારું
Team VTV05:59 PM, 22 Mar 20
| Updated: 06:00 PM, 22 Mar 20
દુનિયામાં એકથી સુંદર એક દેશ આવેલા છે, જે પોતાની સુંદરને કારણે વિશ્વમાં જાણીતા બનેલા છે. પરંતુ વિશ્વમાં કેટલાક દેશો એવા પણ છે. જે અલગ-અલગ કારણોને કારણે જાણીતા હોય. ત્યારે અમે આપને આજે એવા 5 દેશ વિશે જણાવીશું જ્યાં એકપણ એરપોર્ટ આવેલું નથી. કારણ કે અહીં એરપોર્ટ બનાવવા માટે જગ્યા જ નથી.
વિશ્વમાં આવેલા છે એવા 5 દેશ જ્યાં એરપોર્ટ જ નથી
માથાદીઠ મિલિયનેર લોકો વસે છે છતાં નથી એરપોર્ટની સુવિધા
અંડોરા યુરોપનો છઠ્ઠો સૌથી નાનો અને વિશ્વનો 16 મો સૌથી નાનો દેશ છે, જે લગભગ 468 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. આ દેશની વસ્તી લગભગ 85,000 છે. આ દેશમાં એક પણ એરપોર્ટ નથી, પરંતુ તેમની પાસે ચોક્કસપણે ત્રણ ખાનગી હેલિપેડ છે. અહીંથી નજીકનું એરપોર્ટ સ્પેનમાં છે, જે આ દેશથી લગભગ 12 કિલોમીટર દૂર છે. આમ છતાં, દર વર્ષે લાખો લોકો અહીં ફરવા માટે આવે છે.
લિટેનસ્ટીન
તે યુરોપનો એક દેશ પણ છે, જે ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝર્લેન્ડની વચ્ચે સ્થિત છે. ફક્ત 160 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો, આ દેશમાં મોટાભાગના લોકો જર્મન બોલે છે. લિટેનસ્ટીન એક પ્રાચીન દેશ તરીકે જાણીતો છે, કારણ કે ત્યાં લોકો પાષાણ યુગથી વસેલા હોવાના પુરાવા છે. આ સિવાય આ દેશ એટલા માટે જાણીતો છે કારણ કે અહીં એક પણ એરપોર્ટ નથી, પરંતુ અહીં ચોક્કસપણે હેલિપોર્ટ છે. અહીંથી નજીકનું વિમાનમથક એ સ્વિટ્ઝર્લેન્ડનું ઝુરિચ એરપોર્ટ છે.
મોનાકો
આ પશ્ચિમ યુરોપનો એક નાનો દેશ છે, જે વિશ્વનો બીજો સૌથી નાનો દેશ માનવામાં આવે છે. તે ફ્રાંસ અને ઇટાલી વચ્ચે આવેલો છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વના અન્ય કોઈ પણ દેશ કરતા માથાદીઠ મિલિયનેર વધારે છે, પરંતુ તેમ છતાં તે આશ્ચર્યજનક પણ છે કે આ દેશમાં એક પણ એરપોર્ટ નથી. અહીંનું નજીકનું એરપોર્ટ ફ્રાન્સમાં છે.
સૈન મૈરિનો
સૈન મૈરિનો યુરોપમાં સ્થિત એક દેશ છે. તે યુરોપનું સૌથી જૂનું પ્રજાસત્તાક રાષ્ટ્ર પણ માનવામાં આવે છે. તે વિશ્વના નાનામાં નાના દેશોમાં પણ એક છે. હાલમાં આ દેશમાં કોઈ વિમાનમથક નથી, પરંતુ ત્યાં ચોક્કસપણે એક હેલિપોર્ટ અને એક નાનું એરફિલ્ડ છે. અહીંથી નજીકનું એરપોર્ટ ઇટાલીમાં છે.