બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / વિશ્વના આ દેશોમાં નથી ઉજવાતો વેલેન્ટાઇન ડે, લિસ્ટમાં ભારતના પાડોશી દેશનું પણ નામ
Last Updated: 02:51 PM, 12 February 2025
Valentine's Day 2025 : હાલ વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે. મહત્વનું છે કે, દરેક વેલેન્ટાઇન ડે 14 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. પ્રેમ અને મિત્રતાનું પ્રતીક આ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસ કપલ્સ માટે ખૂબ જ ખાસ છે. 7 ફેબ્રુઆરીથી શરૂ થતો વેલેન્ટાઇન વીક 14 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ સમય દરમિયાન દરેક પ્રેમી યુગલ પોતાના પ્રેમીને પ્રેમ વ્યક્ત કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, દુનિયામાં કેટલાક દેશો એવા છે જ્યાં વેલેન્ટાઇન ડે ઉજવવા પર પ્રતિબંધ છે. આ દેશોમાં જો કોઈ આ નિયમનું ઉલ્લંઘન કરે છે તો તેને કડક સજા થઈ શકે છે.
ADVERTISEMENT
સાઉદી અરેબિયા
સાઉદી અરેબિયા એક ઇસ્લામિક રાષ્ટ્ર છે જ્યાં શરિયા કાયદો લાગુ પડે છે. અહીં વેલેન્ટાઇન ડે પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. અહીંની સરકાર માને છે કે, તે પશ્ચિમી સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે અને ઇસ્લામિક પરંપરાઓ સાથે મેળ ખાતી નથી. સાઉદી અરેબિયામાં વેલેન્ટાઇન ડે દરમિયાન ફૂલો, કાર્ડ અને ચોકલેટ આપવાનું પણ ગેરકાયદેસર માનવામાં આવે છે.
ADVERTISEMENT
ઈરાન
ઈરાનમાં પણ વેલેન્ટાઈન ડેને પશ્ચિમી સંસ્કૃતિ તરીકે જોવામાં આવે છે. ઈરાની સરકારના મતે વેલેન્ટાઇન ડે ઉજવવો એ ઇસ્લામિક માન્યતાઓની વિરુદ્ધ છે. ઘણી વખત સરકારી અધિકારીઓએ વેલેન્ટાઇન ડે પર ખાસ ઝુંબેશ શરૂ કરી છે અને તેનાથી સંબંધિત વસ્તુઓ જપ્ત કરી છે. આ દિવસના પ્રચાર માટે મીડિયા પર પણ કડક નજર રાખવામાં આવે છે.
પાકિસ્તાન
પાકિસ્તાનમાં વેલેન્ટાઇન ડેને લઈને વિવાદ ચાલી રહ્યો છે. 2018માં પાકિસ્તાનની ઇસ્લામાબાદ હાઇકોર્ટે એક આદેશ આપ્યો હતો જેમાં તેના જાહેર ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે, આ દિવસ પશ્ચિમી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે અયોગ્ય હતો જે દેશની ઇસ્લામિક સંસ્કૃતિ સાથે અસંગત હતો.
વધુ વાંચો : વેલેન્ટાઇન વીકમાં ચોકલેટ આપીને તમારા પાર્ટનરને કરો ઈમ્પ્રેસ, અપનાવો આ રીત
ઉઝબેકિસ્તાન
ઉઝબેકિસ્તાનમાં પણ વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવતો નથી. જોકે 2012 સુધી આવું નહોતું. બાદમાં અહીંની સરકારે વેલેન્ટાઇન ડેની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો. 14ફેબ્રુઆરી એ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રીય નાયક અને મુઘલ સમ્રાટ બાબરનો જન્મદિવસ છે. આ દિવસે લોકો વેલેન્ટાઇન ડે ઉજવવાને બદલે બાબરનો જન્મદિવસ ઉજવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.