જો તમે ફેસબુક પર સક્રિય છો અને અવાર-નવાર પોસ્ટ અને કોમેન્ટ્સ કરો છો તો તમને આ અંગે જાણકારી હોવી જોઈએ. કારણકે એક ખોટી કોમેન્ટ તમને જેલ પહોંચાડી શકે છે.
હવે ફેસબુક પર બીજાની પોસ્ટ પર કોમેન્ટ કરતા પહેલા વિચારજો
બીજાની પોસ્ટ પર ખોટી કોમેન્ટ કરશો તો તમે જઇ શકો છો જેલ
સોશિયલ મીડિયામાં અપશબ્દો બોલશો તો પણ થશે કાર્યવાહી
જો બીજાની પોસ્ટ પર ખોટી કોમેન્ટ કરશો તો થશે કાર્યવાહી
ખરેખર, સોશિયલ મીડિયામાં અવાર-નવાર કડક વલણ જોવા મળે છે. કારણકે કેટલાંક અરાજક તત્વો ફેસબુક પર બીજાની પોસ્ટ પર ખોટી કોમેન્ટ કરે છે. આવી કોમેન્ટ પર પ્રતિબંધ લગાવવા માટે જ્યારે હવે આઈટી સેલ તરફથી ખાસ પગલા ઉઠાવવામાં આવ્યાં છે. જે લોકો બીજાની પોસ્ટ પર ખોટી કોમેન્ટ કરે છે તેમના માટે આ જાણવુ જરૂરી છે કે હવે આવુ કરશો તો તમે જેલ જઇ શકો છો.
આ કોમેન્ટ પર થશે કાર્યવાહી
કેટલાંક લોકો જાતિવાદી અને ધર્મ વિશેષ કોમેન્ટ કરે છે, જેના પર કડક કાર્યવાહી કરી શકાય છે. ખરેખર આ કોમેન્ટ સોશિયલ મીડિયામાં મુશ્કેલી ઉભી કરી શકે છે. એવામાં જો કોઈ વ્યક્તિ સતત આવી કોમેન્ટ કરી રહ્યાં છે તો તેના પર કાર્યવાહીની જોગવાઈ છે.
અપશબ્દો બોલવા એ પણ કેટલાંક લોકોની આદત હોય છે. ખરેખર લોકોને લાગે છે કે સોશિયલ મીડિયામાં કોઈ પણ વ્યક્તિને અપશબ્દો કહેવામાં આવે તો કોઈ પણ પગલુ ઉપાડવામાં આવશે નહીં. પરંતુ હકીકતમાં આવુ નથી. તમારા વિરુદ્ધ કડક કાર્યવાહી થઇ શકે છે.
કોમેન્ટમાં અશ્લિલ ફોટો પોસ્ટ કરવો પણ યુઝરને જેલ પહોંચાડી શકે છે. ખરેખર, કોમેન્ટ સેક્શનમાં ફોટો એડ કરવાનો પણ ઑપ્શન હોય છે. કેટલાંક લોકો કોઈ પણ પોસ્ટ પર કોમેન્ટ કરતી વખતે અશ્લિલ ફોટો પણ પોસ્ટ કરે છે. આવી કોમેન્ટ પર કડક કાર્યવાહી થશે.
જો તમારી કોમેન્ટથી કોઈને મુશ્કેલી થઇ રહી છે અને જો તે વ્યક્તિ ઈચ્છે કે તમે કોમેન્ટ ના કરો તેમ છતાં પણ તમે કોમેન્ટ કરી રહ્યાં છો ત્યારે પણ તમારી સામે કાર્યવાહી થઇ શકે છે. જો આઈટી સેલમાં કેસ નોંધાય તો તમારે જેલ જવાની પણ નોબત આવી શકે છે.