31 માર્ચ પહેલા ખરીદી લો આ ગાડી, આપી રહી છે 1 લાખથી વધારે ડિસ્કાઉન્ટ

By : krupamehta 04:22 PM, 12 March 2018 | Updated : 04:22 PM, 12 March 2018
જો તમે હાલમાં નવી ગાડીઓ અથવા જૂની ગાડીઓને એક્સચેન્જ કરવાનું વિચારી રહ્યા છો, તો 31 માર્ચ પહેલા આ કરી લો. આવું એટલા માટે કારણ કે દેશની પ્રમુખ કાર કંપનીઓએ કેટલીક ખાસ ઓફર લોન્ચ કરી છે, જેની પર તમને 1 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ અને મફત ઇન્સ્યોરન્શ પણ મળશે. મારૂતિ સુઝુકી, ટાટા મોટર્સ, હોડા, ફોર્ડ, મહેન્દ્રા અને હુન્ડૈની ઓફર માટે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ. 

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઓલ્ટો 800 પર 60 હજાર રૂપિયાથી વધારેનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. એમાં 30 હજાર રૂપિયાની એક્સચેન્જ અમાઉન્ટ પણ સામેલ છે. તો ઓલ્ટો પર 70 હજાર રૂપિયા, વેગન આર પર 1,10,000 રૂપિયા, સેલેરિયા પર 95 હજાર રૂપિયા, સિયાજ પર 85 હજાર રૂપિયા, Ertiga પર 50 હજાર રૂપિયા અને ડિઝાયર પર 25 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. એમાં એક્સચેન્જની પ્રાઇસ પણ સમ્મલિત છે. 

ટાટા મોટર્સ પણ પોતાની કેટલીક ગાડીઓ પર કેશ ડિસ્કાઉન્ટ અને કેટલાક પર ફ્રી ઇન્શ્યોરન્સ આપી રહી છે. જે ગાડીઓની મોડલ પર ફઅરી ઇન્શ્યોરન્સ મળી રહ્યા છે એમાં ટિયાગો, ટિગોર, હેક્સા અને નેક્સોન સામેલ છે. તો બીજી બાજુ બોલ્ટ પર 55 હજાર અને જેસ્ટ પર 10 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 

ફોક્સવેગન પોતાના કેટલાક પસંદગીના મોડલ પર 40 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જ્યાં પોલો પર 40 હજાર રૂપિયાનું ડિસ્કાઉ્ટ છે. તો પોલો અને વેન્ટો પર 30 હજાર અને 40 હજારનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

ટાયોટા Etios liva પર 20,000 રૂપિયા, Etios sedan પર 30,000 રૂપિયા અને  Corolla altis પર 40 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. Recent Story

Popular Story