ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈ વડોદરામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. જે બાદમાં ચૂંટણીપંચ સામે તમામ ઉમેદવારોએ મિલકત જાહેર કરી હતી.
વડોદરામાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા
ડભોઇ ભાજપના શૈલેષ સોટ્ટા સૌથી ધનિક ઉમેદવાર
રાવપુરામાં ભાજપ કરતા કોંગ્રેસના ઉમેદવાર ધનવાન
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે, ત્યારે વડોદરા જિલ્લામાં બીજા તબક્કામાં 5 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લામાં કુલ 10 વિધાનસભા બેઠકો છે. જેમાંથી 5 બેઠક શહેર અને 5 બેઠક ગ્રામ્ય વિધાનસભાને ફાળવવામાં આવી છે. વડોદરા શહેર જિલ્લાની વિવિધ બેઠકો પર ઉમેદવારોએ ફોર્મ ભર્યા. જેમાં વડોદરાની ડભોઈ બેઠકના ભાજપના ઉમેદવાર શૈલેષ સોટ્ટાએ 23.85 કરોડની સંપત્તિ જાહેર કરી છે.
શૈલેષ સોટ્ટા (ડભોઇ ભાજપના ઉમેદવાર)
ડભોઇ ભાજપના શૈલેષ સોટ્ટા સૌથી ધનિક ઉમેદવાર
આ વખતે કરોડોની સંપતિ ધરાવતા દાવેદારો વડોદરા ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર બન્યા છે. ઉમેદવારી ફોર્મ ભરતી વખતે આપવામાં આવેલી વિગતો મુજબ ડભોઈ બેઠકના ભાજપના ઉમેદવાર શૈલેષ સોટ્ટાએ સૌથી વધુ 23.85 કરોડની સંપત્તિ દર્શાવી છે. વાઘોડિયા બેઠકના ભાજપ ઉમેદવાર અશ્વિન પટેલે સોગંદનામામાં 18.50 કરોડની સંપત્તિ જાહેર કરી છે. જ્યારે રાવપુરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સંજય પટેલે 12 કરોડ 47 લાખ 83 હજાર 520 રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે.
કરોડોની સંપતિ ધરાવતા દાવેદારો વડોદરા ભાજપ-કોંગ્રેસમાં બન્યા ઉમેદવાર
આ ઉપરાંત AAPના સયાજીગંજ બેઠકના ઉમેદવાર સ્વેજલ વ્યાસે 60.35 લાખની સંપત્તિ જાહેર કરી છે. જ્યારે સાવલીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજય ચાવડાએ 51.33 લાખ અને વાઘોડિયા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગૌતમ સોલંકીએ 3.4 લાખ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે.