આપણે જ્યારે નવી કાર ખરીદીએ છે તો કારના સેફ્ટી ફીચર્સ અને તેની રેટિંગ્સ વિશે રિસર્ચ કરીએ છીએ. જ્યારે ભારતીય ઓટો કંપનીઓ ઓછી કિંમતમાં કાર ઉપલબ્ધ કરાવવાના ચક્કરમાં કારના સેફ્ટી ફીચર પર ધ્યાન આપતી નથી. જોકે, સેફ્ટી ફીચર્સ પર ધ્યાન આપવું જરૂરી છે, કારણ કે થોડાં સમય પહેલાં જ ગ્લોબલ એનસીએપીએ ક્રેશ ટેસ્ટ રેટિંગ જારી કર્યું છે. જેમાં એડલ્સ સેફ્ટી અને ચાઈલ્ડ સેફ્ટી જારી કર્યાં છે. આમાં 3 મેડ ઈન ઈન્ડિયા કારને એડલ્ટ સેફ્ટીમાં 5માંથી 4 સ્ટાર રેટિંગ મળ્યું છે. આ કારોમાં મારૂતિ અને હ્યૂન્ડાઈની એક પણ કાર સામેલ નથી.
મહિન્દ્રા XUV300
મહિન્દ્રા XUV300 ભારતમાં બનેલી સૌથી સુરક્ષિત સબ-કોમ્પેક્ટ SUV છે, જેને એડલ્ટ સેફ્ટી માટે શાનદાર 5-સ્ટાર રેટિંગ અને ચાઈલ્ડ સેફ્ટી માટે 4-સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે. સ્થાનિક બજારમાં બનેલી આ SUV તેના સેગમેન્ટમાં 7 એરબેગ ઓફર કરનારી પહેલી કાર છે જે એક શાનદાર સેફ્ટી ફીચર છે. આ કારને ક્રેશ ટેસ્ટમાં 5માંથી 5 સ્ટાર મળ્યા છે. આ કાર વર્ષ 2014થી જ સેફ્ટીના મામલે પહેલા નંબરે છે.
ટાટા અલ્ટ્રોઝ
ટાટાની અલ્ટ્રોઝને આ લિસ્ટમાં બીજુ સ્થાન મળ્યું છે. ટાટા અલ્ટ્રોઝના ફિચર્સની વાત કરીએ તો આ બે એન્જિન ઓપ્શન સાથે આવે છે. આમાં 86 બીએચપી પાવરવાળા 1.2 લીટર પેટ્રોલ અને 90 બીએચપી પાવરવાળા 1.5 લીટર ડિઝલ એન્જિન છે. બન્ને એન્જિન બીએસ6 કમ્પ્લાન્ટ રહેશે, આ સાથે જ કારમાં 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે. ટાટા આલ્ટ્રોઝને ફાઇવ સ્ટાર રેટિંગ મળ્યું છે અને ચાઇલ્ડ સેફ્ટી મામલે તેને એનસીએપી દ્વારા 3-સ્ટાર રેટિંગ મળ્યું છે.
ટાટા નેક્સાન
ટાટાની નાની ક્રોસઓવર, એડલ્ટ સેફ્ટીને લઈને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મેળવનાર પહેલી ભારતીય કાર હતી, જે ઘણી પ્રભાવશાળી ઉપલબ્ધી હતી. નેક્સન ચાઈલ્ડ સેફ્ટી માટે 3-સ્ટાર રેટિંગ પ્રાપ્ત કરવામાં સફળ રહી. વર્તમાનમાં ટાટા મોટર્સ તેની તમામ કારમાં સુરક્ષાને પ્રાધાન્ય આપી રહી છે અને આ કારણે જ ટાટાની એન્ટ્રી લેવલ કાર, જેમ કે, ટિયાગો અને ટિગોરને પણ 4-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યા છે.