Sunday, May 26, 2019

પાકિસ્તાનમાં આવેલા છે સુપ્રસિદ્ઘ પવિત્ર હિંદૂ તીર્થસ્થળ

પાકિસ્તાનમાં આવેલા છે સુપ્રસિદ્ઘ પવિત્ર હિંદૂ તીર્થસ્થળ
કરતારપુર સાહિબ કૉરિડોર પછી હવે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં શક્તિ પીઠ અને ચકવાલ જિલ્લામાં સ્થિત કટાસરાજ સહિત ઘણા અન્ય હિંદૂ મંદિરો સુધી જવાનો રસ્તો ખોલી દેવાની વાત કહી છે. જાણો પાકિસ્તાનમાં કયા-કયા પ્રમુખ હિંદૂ તીર્થસ્થળ અને મંદિર છે અને મંદિરના મહત્ન વિશે.....

- હિંગલાજ માતા મંદિર:
પાકિસ્તાનના બલૂચિસ્તાનના હિંગોલ નદીના કિનારે હિંગલાજ મંદિર સ્થિત છે. આ મંદિર 51 શક્તિપીઠોમાંથી એક છે. માન્યતા છે કે અહીંયા પર દેવી સતીનું મસ્તક પડ્યુ હતુ આ મંદિરના ભગવાન શ્રીરામે દર્શન કર્યા હતા. મનોરથ સિદ્ઘિ માટે ગુરુ ગોરખનાથ ગુરુનાનક દેવ જેવા આધ્યાત્મિક સંતો આવી ચૂક્યા છે.

- કટાસરાજ મંદિર:
પાકિસ્તાનના પંજાબ સ્થિત કટાસરાજ મંદિર હિંદુઓ માટે એક પવિત્ર સ્થળ છે. માન્યતા છે કે અહીંયા માતા સતીના વિયોગમાં ભગવાન શંકર જ્યારે રડ્યા હતા ત્યારે તેમની આંખોમાંથી આંસુના ટીપા પડ્યા હતા પહેલું આંસુ કટાસમાં અને બીજુ આંસુ અજમેરમાં ટપક્યું હતુ અહીંયા જે મંદિર છે તે 900 વર્ષ જૂનુ છે. 

- શારદા પીઠ મંદિર:
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પ્રસિદ્ઘ શારદા દેવી મંદિર સ્થિત છે. આ મંદિરની છેલ્લી વખત સમારકામ મહારાજા ગુલાબ સિંહે કરાવ્યુ હતુ. કટ્ટરપંથિયોના સતત હુમલાથી આ મંદિરની અવસ્થા કથળી થઇ છે. હુમલાના કારણે મંદિરમાં લાગેલી મૂર્તિઓ ક્ષતિગ્રસ્ત થઇ ગઇ છે. 

- કરતારપુર સાહિબ ગુરુદ્ઘારા:
પાકિસ્તાનમાં સ્થિત કરતારપુર સાહિબ ગુરુદ્ઘારા શીખોનું પ્રમુખ તીર્થ સ્થળોમાં શામેલ છે. આ શીખોના પ્રથમ ગુરુનાનક દેવજીનું નિવાસ સ્થાન છે અને તેઓ જ્યોતિમાં સમાઇ ગયા હતા.

- પંચમુખી હનુમાન મંદિર:
પાકિસ્તાનના કરાચી સ્થિત 1500 વર્ષ જૂના પંચમુખી હનુમાન મંદિરનો ઇતિહાસ ઘણો જૂનો છે. આ મંદિર ભારતીય શ્રદ્ઘાળુઓની સાથે સાથે પાકિસ્તાનમાં પ્રખ્યાત છે. માન્યતા છે કે આ મંદિરમાં એક વખત ભગવાન રામ પણ આવી ચૂક્યા છે. 

- સ્વામી નારાયણ મંદિર:
પાકિસ્તાનના કરાચીમાં સ્વામીનારાયણ મંદિર છે. આ મંદિર 161 વર્ષ જૂનુ છે અને આ 32306 સ્કવૉર ફીટમાં ફેલાયેલુ છે. જોકે આ મંદિરની હાલત ઠીક નથી અહીંયા એક ધર્મશાળા છે જેનો ઉપયોગ હિંદૂ-મુસ્લિમ બંને કરે છે.
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ