બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિશ્વ / આ છે દુનિયાના સૌથી ખુશ દેશો, ભારત કરતાં પાકિસ્તાનની રેન્ક વધારે, UNના રિપોર્ટથી સમજો
Last Updated: 02:31 PM, 11 January 2025
Top 10 Happiest Countries in World: દુનિયામાં દરેક વ્યક્તિ ખુશ રહેવા માંગે છે, અને કેટલાક દેશો એવા છે જે ખુશીની બાબતમાં બીજા કરતા ઘણા આગળ છે. દર વર્ષે સંયુક્ત રાષ્ટ્રનો વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ એવા દેશોનું રેન્કિંગ બહાર પાડે છે જ્યાં લોકો સૌથી વધુ ખુશ રહે છે. આ રિપોર્ટ તૈયાર કરવામાં ઘણી બાબતો ધ્યાને લેવામાં આવે છે, જેમ કે જીડીપી, આયુષ્ય, સામાજિક સમર્થન, વ્યક્તિગત સ્વતંત્રતા અને ભ્રષ્ટાચારનું સ્તર. ચાલો જાણીએ 2024 ના અહેવાલ મુજબ વિશ્વના 10 સૌથી ખુશ દેશો વિશે. પાકિસ્તાન હાલમાં ભારતથી ઘણું આગળ ૧૦૮મા ક્રમે છે.
ADVERTISEMENT
ન્યુઝીલેન્ડ
ADVERTISEMENT
ન્યુઝીલેન્ડની શાંતિપૂર્ણ જીવનશૈલી, કુદરતી સૌંદર્ય અને મજબૂત સમુદાય ભાવના તેને ટોચના 10 માં સ્થાન અપાવે છે. કુદરતી સૌંદર્ય, જીવનની ગુણવત્તા અને સામાજિક સમર્થન ન્યુઝીલેન્ડને દસમા સ્થાને રાખે છે.
લક્ઝમબર્ગ
લક્ઝમબર્ગની સમૃદ્ધિ, સલામત વાતાવરણ અને ઉચ્ચ આવક તેને એક ખુશ દેશ બનાવે છે. લક્ઝમબર્ગની સમૃદ્ધિમાં ઊંચી માથાદીઠ આવક, સામાજિક સુરક્ષા અને નાની પણ સમૃદ્ધ અર્થવ્યવસ્થા ફાળો આપે છે. વિશ્વના 10 સૌથી ખુશ દેશોમાં તે નવમાં નંબર પર છે.
સ્વિટ્ઝર્લૅન્ડ
સ્વિટ્ઝર્લૅન્ડ તેની સ્વાસ્થ્ય સેવાઓ, આર્થિક સ્થિરતા અને સુંદર કુદરતી વાતાવરણ માટે પ્રસિદ્ધ છે. ઉચ્ચ આયુષ્ય, ઉત્તમ આરોગ્યસંભાળ સેવાઓ અને આર્થિક સ્થિરતા સ્વિટ્ઝર્લૅન્ડને આઠમા સ્થાને લાવે છે.
નોર્વે
નોર્વેની વેલફેયર પ્રણાલી અને કુદરતી સંસાધનોનો ઉપયોગ તેને સૌથી ખુશ દેશોમાંનો એક બનાવે છે. કુદરતી સંસાધનોની વિપુલતા, સામાજિક સુરક્ષા અને ઉચ્ચ જીવનધોરણ નોર્વેની સમૃદ્ધિમાં ફાળો આપે છે. નોર્વે યાદીમાં સાતમા ક્રમે છે.
નેધરલેન્ડ્સ
નેધરલેન્ડ્સના લોકો કામ અને જીવન વચ્ચે સંતુલન બનાવવામાં કુશળ છે. અહીંની ખુલ્લી સંસ્કૃતિ અને સામાજિક સુરક્ષા તેમને ખુશહાલ બનાવે છે. એટલે તેને યાદીમાં છઠ્ઠો નંબર મળ્યો છે.
ઇઝરાયલ
ઇઝરાયલ પાંચમા સ્થાને રહ્યું છે. આ યહૂદી દેશ તેની ઇનોવેશન અને આરોગ્ય સેવાઓ માટે જાણીતો છે.
સ્વીડન
સ્વીડન તેની પર્યાવરણને અનુકૂળ નીતિઓ, મજબૂત સામાજિક સેવાઓ અને ઉચ્ચ જીવનધોરણ માટે જાણીતું છે. આ દેશ છેલ્લા ઘણા વર્ષોથી ટોચના 5 માં રહ્યો છે.
આઇસલેન્ડ
આઇસલેન્ડ તેની મજબૂત સમુદાય ભાવના અને કુદરતી સૌંદર્ય માટે ઓળખાય છે. અહીં ગુનાખોરીનો દર પણ ઘણો ઓછો છે.
ડેનમાર્ક
ડેનમાર્કનું જીવનધોરણ, સામાજિક સમાનતા અને "હાઇજ" (આરામદાયક જીવનનો ડેનિશ ખ્યાલ) તેને ખાસ બનાવે છે. ખુશ દેશોની યાદીમાં તે બીજા ક્રમ પર છે.
ફિનલેન્ડ
ફિનલેન્ડ સતત સાતમા વર્ષે વિશ્વનો સૌથી ખુશ દેશ રહ્યો છે. આ દેશ તેની મજબૂત શિક્ષણ વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ અને કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે.
પાકિસ્તાન
પાકિસ્તાન હાલમાં ભારતથી ઘણું આગળ ૧૦૮મા ક્રમે છે. જોકે પાકિસ્તાન અંગે શંકા છે કે તેનો ડેટા ઘણો જૂનો છે. સંયુક્ત રાષ્ટ્ર સર્વેક્ષણ એજન્સીનું કહેવું છે કે તેમની પાસે પાકિસ્તાન અંગેના નવીનતમ ડેટાનો અભાવ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને સામાજિક સમર્થન, જીવનની ગુણવત્તા અને આર્થિક સ્થિરતા સુધારવા માટે પ્રયાસો કરવાની જરૂર છે.
આ પણ વાંચોઃ સોના વેપારી સાથે રકઝક, ગુસ્સો આવતા દુકાન બહાર બંદૂકથી ઉડાવી ખોપરી, CCTV ભયાનક
ભારત
આ રિપોર્ટમાં ભારત ૧૪૩ દેશોમાં ૧૨૬મા ક્રમે છે. 2024 માં ભારતનો ક્રમ 126મો રહ્યો. તે પાકિસ્તાનથી ઘણું પાછળ છે. ભારતનો વર્લ્ડ હેપ્પીનેસ સ્કોર ૪.૦૫ છે. જ્યારે પાકિસ્તાનનો સ્કોર 4.66 છે. 2022 માં ભારતની રેકિંગ વધુ ખરાબ હતી ત્યારે આપણો દેશ 136મા ક્રમે હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.