Tuesday, July 16, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ઇન્ડસ્ટ્રી / બોલીવુડના આ એક્ટર્સ પહોંચ્યા સાઉથ ઇન્ડિયન ફિલ્મો કરવા

બોલીવુડના આ એક્ટર્સ પહોંચ્યા સાઉથ ઇન્ડિયન ફિલ્મો કરવા

સાઉથ ઇન્ડિયન સુપરસ્ટાર રજનીકાંત, કમલ હાસન, મોહનલાલ અને મમુટી નિયમિત રીતે હિંદી સિનેમામાં કામ કરતા રહે છે, પરંતુ આ જ વાત બોલિવૂડના સ્ટાર અંગે કહી શકાતી નથી. બોલિવૂડના સ્ટાર સાઉથ ઇન્ડિયનની ફિલ્મો કરવામાં થોડા શરમાય છે. સાઉથ ઇન્ડિયન ફિલ્મોને તે પસંદ કરે છે અને ખુશી-ખુશી તેની હિંદી રિમેકમાં પણ કામ કરે છે. તેમ છતાં પણ ક્યારેય સાઉથ ઇન્ડિયનની ફિલ્મોમાં કામ કરતા નથી, જોકે જ્યારથી તેલુગુ ફિલ્મ 'બાહુબલી' અને તેની સિક્વલને હિંદીમાં ડબ કરીને પ્રદર્શિત કરાઇ અને તે બ્લોક બસ્ટર સાબિત થઇ ત્યારથી આખા દેશના દર્શકો તે પસંદ કરવા લાગ્યા છે. આ સમયથી બોલિવૂડ અને સાઉથ ઇન્ડિયન વચ્ચેની બોર્ડર ઝાંખી પડી ગઇ છે.

સાઉથ ઇન્ડિયાના નિર્દેશકો પોતાની ફિલ્મોમાં બોલિવૂડ સુપરસ્ટારની વૈશ્વિક અપીલને એનકેશ કરવા પોતાની તમામ રચનાત્મકતા તથા બજેટ લગાવવા પણ તૈયાર છે. બોલિવૂડ કલાકાર પણ એ વાતનું સ્વાગત કરી રહ્યા છે. ગયા વર્ષે અક્ષયકુમારે રજનીકાંત અભિનીત ફિલ્મ '2.0'ના માધ્યમથી તામિલ ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. હવે બોલિવૂડની એ શ્રેણીમાં ઘણા કલાકારો આ બદલાવ માટે તૈયાર છે.

અમિતાભ બચ્ચનઃ


હિંદી સિનેમાના લિજેન્ડ અમિતાભ બચ્ચન 'ઉયારંથા મણિથન' ફિલ્મના માધ્યમથી પોતાનું તામિલ ડેબ્યૂ કરવા જઇ રહ્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે એસ.જે. સૂર્યા પણ હશે. તાજેતરમાં સૂર્યાએ ફિલ્મ માટે બચ્ચનના લુકને શેર કર્યો હતો. ફિલ્મમાં બચ્ચન મોટા ભાગે હિંદી બોલતા જોવા મળશે, જોકે તેમણે કેટલાક તામિલ સંવાદ બોલવાનું પણ પસંદ કર્યું છે. તેમના જ કહેવા પર કેટલાક સંવાદ તામિલમાં રખાયા છે.

શ્રદ્ધા કપૂરઃ
.

 

બાહુબલીના અભિનેતા પ્રભાસ નેશનલ હીરો બની જતાં તેની આગામી ફિલ્મ 'સાહો'ના મેકર્સ ઇચ્છતા હતા કે તેની ઓપોઝિટ એવી કોઇ બોલિવૂડ હીરોઇન હોય કે જે આખા ભારતના દર્શકોને અપીલ કરી શકે. તેમણે શ્રદ્ધા કપૂર પર વિશ્વાસ મૂક્યો. આ ફિલ્મ ત્રણ ભાષા તેલુગુ, તામિલ અને હિંદીમાં બનાવાઇ રહી છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલી પ્રભાસ-શ્રદ્ધાની તસવીરમાં બંને વચ્ચે સારી કે‌મિસ્ટ્રી જોવા મળી રહી છે

વિદ્યા બાલનઃ
આ વર્ષની શરૂઆતમાં વિદ્યા બાલને એન.ટી. રામારાવની બાયોપિક 'એનટીઆર કથાનાયાકુડુ'થી પોતાનું તામિલ ડેબ્યૂ કર્યું હતું, જેમાં તે એનટીઆરની પત્નીની ભૂમિકા ભજવી ચૂકી છે. આ ફિલ્મના માધ્યમથી તેણે દર્શકોને ખાસ્સા પ્રભાવિત કર્યા. ફિલ્મમાં તેનું પાત્ર એવી મહિલાનું હતું, જે પોતાના સુપરસ્ટાર અને રાજકારણી પતિ સાથે ખભેખભો મિલાવીને ઊભી છે. હવે વિદ્યા 'પિન્ક'ની તામિલ રિમેકના માધ્યમથી તામિલમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે.

આલિયા ભટ્ટઃ


બોલિવૂડની સૌથી સફળ અભિનેત્રી અને એક પાવર હાઉસ પર્ફોર્મર કહેવાતી આલિયા ભટ્ટ હંમેશાં રિસ્ક લેવા તૈયાર રહે છે. તે એસ.એસ. રાજામૌલીના નિર્દેશનમાં બની રહેલી તેલુગુ ‌પિરિયડ ડ્રામા 'RRR'માં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે એનટીઆર જુનિયર અને રામચરણ કામ કરશે. આલિયાએ પહેલાં જ આ ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે.

અજય દેવગન:


એવું કહેવાય છે કે અજય દેવગણ પહેલાં સાઉથ ઇન્ડિયન 'RRR' ફિલ્મને સાઇન કરવાથી દૂર ભાગી રહ્યો હતો, પરંતુ તેને ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ જ ગમી. ફિલ્મમાં તેનો રોલ ભલે નાનો હોય, પરંતુ તેણે આ ફિલ્મ માટે હા કહી દીધી છે.

કંગના રાણાવતઃ
કંગના રાણાવત તામિલ અને હિંદીમાં બનનારી ફિલ્મ 'થલાઇવી' (તામિલ) અને 'જયા' (હિંદી)માં તામિલનાડુનાં મુખ્યપ્રધાન જયલલિતાનું પાત્ર ભજવી રહી છે. આ બાયોપિક માટે આ અભિનેત્રીને 24 કરોડ રૂપિયામાં સાઇન કરાઇ છે. કંગનાએ આ ફિલ્મ માટે તામિલ ભાષા શીખવાની પણ શરૂ કરી દીધી છે. ફિલ્મમાં તે જાતે જ અવાજ આપશે, તેનો અવાજ ડબ નહીં કરાય. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ