બેંકોમાં ક્યારેક ભીડ હોવાને કારણે લોકો ATMનો ઉપયોગ કરવાનું વધારે પસંદ કરે છે. ત્યારે ઘણીવાર ATMમાં પણ નાણાંભીડ અનુભવાય છે. અંતે છતે પૈસા પૈસાની તંગીની પળોજણ ઉભી થાય છે.
ઇ-વોલેટ
ATM ફ્રીચાર્જ ફોનપે વીજળી બીલ જેવી અનેક સુવિધાઓ ઇ-વોલેટના માધ્યમ થકી ઉપયોગ કરી શકાય છે. ઇ-વોલેટ દ્વારા તમામ સુવિધા સરળતાથી પ્રાપ્ત થઇ શકે છે અને કેશ રાખવાની જરૂર પડતી નથી.
UPI એપથી પૈસા મોકલવા
આપ જો કોઇને પૈસા મોકલવા માગતા હોવ તો UPI અથવા ભીમ એપની મદદથી પૈસાની લેવડ-દેવડ સરળતાથી કરી શકાય છે. આ એપના માધ્યમથી તમે કોઇ ફિલ્મની ટિકીટ અથવા કોઇ હોટેલમાંથી જમવાનું પણ મગાવી શકો છો.
ચેકનો ઉપયોગ
નેટ બેંકિંગ અને મોબાઇલ બેંકિંગ સુરક્ષિત અને વિશ્વસનીય ઉપાય છે. કોઇ કંપનીના સ્ટાફને વેતન આપતી વખતે ચેકનો ઉપયોગ બાળકોની ફી તથા અન્ય ખર્ચ પણ ચેક દ્વારા ચૂકવી શકાય છે.
ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ
ગજવામાં વધારે પ્રમાણમાં રોકડ રાખવામાંથી મૂક્તિ મેળવવા માટે ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શકાય છે.