બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સરકારની 5 જબરદસ્ત સ્કીમ, બેંકની FD કરતા મળશે વધારે રિટર્ન, જાણો વિગતે

રોકાણ / સરકારની 5 જબરદસ્ત સ્કીમ, બેંકની FD કરતા મળશે વધારે રિટર્ન, જાણો વિગતે

Last Updated: 04:32 PM, 27 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Post Office Saving Schemes: સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં 60 વર્ષથી ઉપરના વ્યક્તિ રોકાણ કરી શકે છે. આ સ્કીમમાં આ સમયે 8.2 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે.

જ્યારે બચત યોજનાઓની વાત થાય છે ત્યારે સ્મોલ સેવિંગ સ્કીમ્સ અથવા તો પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ્સનું નામ સૌથી પહેલા આવે છે. અહીં તમને વધારે બેંકની એફડી કરતા વધારે રિટર્ન મળશે.

money-14_24

આ સેવિંગ્સ સ્કીમ્સ સરકાર સમર્થિત હોય છે. માટે અહીં જોખમ ખૂબ ઓછુ હોય છે. સરકાર દર ત્રણ મહિનામાં સ્મોલ સેવિંગ સ્કીમ્સ માટે વ્યાજદર નક્કી કરે છે. જાણો આ 5 સ્મોલ સેવિંગ સ્કીમ્સ વિશે.

સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ

આ સ્કીમમાં 60 વર્ષથી ઉપરના વ્યક્તિ રોકાણ કરી શકે છે. આ સ્કીમમાં આ સમયે 8.2 ટકા વાર્ષીક વ્યાજ મળી રહ્યું છે. આ યોજનામાં 1000 રૂપિયાના ગુણાકમાં એક સામટી રકમનું રોકાણ કરવાનું હોય છે.

આ રોકાણ વધારેમાં વધારે 30 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. આ રોકાણ પર આવકવેરા અધિનિયમની કલમ 80સી હેઠળ ટેક્સ છૂટ પણ મળે છે. આ સ્કીમમાં રોકાણકારને રેગ્યુલર ઈનકમનો ફાયદો મળે છે.

money-16

કિસાન વિકાસ પત્ર

આ ભારત સરકાર દ્વારા જાહેર થતું એક સેવિંગ્સ સર્ટિફિકેટ છે. અહીં ગેરેન્ટીડ રિટર્ન મળે છે. અહીં ટેક્સ છૂટનો ફાયદો નહીં મળે. આ સમયે કિસાન વિકાસ પત્રમાં આ સમયે 7.5 ટકા વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજદર છે. આ સ્કીમમાં 115 મહિના એટલે કે 9 વર્ષ અને 7 મહિનામાં રોકાણના પૈસા ડબલ થઈ જાય છે. આ રોકાણની કોઈ મહત્તમ સીમા નથી.

પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમ

આ સ્કીમમાં સ્થિર ઈનકમ મેળવવા માટેની સુવિધા રોકાણકારને મળે છે. આ સ્કીમમાં ન્યૂનતમ 1500 રૂપિયા અને મહત્તમ 9 લાખ રૂપિયા રોકાણ કરી શકાય છે. જોઈન્ટ એકાઉન્ટ માટે મહત્તમ મર્યાદા 15 લાખ રૂપિયા છે.

કમાયેલા વ્યાજ પર ટેક્સ લાગે છે. સાથે જ તેમાં કલક 80સી હેઠળ ટેક્સ છૂટનો ફાયદો પણ નથી મળતો. આ સ્કીમમાં 7.4 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. વ્યાજની મંથલી ચુકવણી કરવામાં આવે છે.

money_width-800 (1)

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ

આ એક ગેરેન્ટીડ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ સેવિંગ પ્લાન છે. અહીં 7.7 ટકા વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. તેની ચુકવણી મેચ્યોરિટી પર થાય છે. આ સ્કીમમાં ન્યૂનતમ 1000 રૂપિયા રોકાણ કરવામાં આવી શકે છે. કોઈ મહત્તમ મર્યાદા નથી. આ સ્કીમ હેઠળ ગમે તેટલા ખાતા ખોલી શકાય છે રોકાણ પર ટેક્સ છૂટનો ફાયદો મળે છે.

વધુ વાંચો: આ તારીખે જન્મેલા લોકો માટે જૂન મહિનો રહેશે શુભ, સંપત્તિ વધશે અને મળશે સારા સમાચાર

મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ

આ સ્કીમ ભારત સરકાર દ્વારા ભારતીય મહિલાઓની વચ્ચે બચતના કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ સ્કીમમાં કોઈ ટેક્સ બેનેફિટ નથી મળતો. વ્યાજની આવક ટેક્સેબલ છે. ટેક્સ રોકાણકારના આવકવેરા સ્લેબના અનુસાર કપાય છે. આ સ્કીમમાં 7.5 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. તે ત્રણ મહિનાનું ચક્રવૃદ્ધિ વ્યાજદર છે.

સંકળાયેલા મુદ્દાઓ

રોકાણ Investment Tips Post Office Saving Schemes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ