બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વાંચતી વખતે કરેલી આ 5 ભૂલ બાળકને બનાવે છે ભૂલકણો, પરીક્ષામાં મગજ રહે છે ખાલીખમ
6 ફોટો ગેલેરી
Last Updated: 07:25 PM, 19 February 2025
1/6
ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ 27 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. જેમાં દરેક વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. માતા-પિતા પણ બાળકોની દરેક જરૂરિયાતનું ખાસ ધ્યાન રાખવાનો પ્રયાસ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે અનેકવાર પરીક્ષા દરમિયાન બાળકો તેમના માતાપિતાને ફરિયાદ કરતા જોવા મળે છે કે પેપર માટે સારી તૈયારી કરવા છતાં જ્યારે તેઓ પરીક્ષા ખંડમાં એક્ઝામ આપે છે ત્યારે તેઓ તૈયાર કરેલો સિલેબસ બિલકુલ યાદ નથી રાખી શકતા. જેથી તેઓ સારા માર્ક્સ મેળવી નથી શકતા. જો તમારા બાળકને પણ આવી સમસ્યા રહેતી હોય તો તેની પાછળ આ 5 ભૂલો જવાબદાર હોઈ શકે છે. ચાલો જાણીએ કે તે કઈ 5 ભૂલો છે જે તમારા બાળકની મહેનત, સમય અને ભવિષ્યને બગાડી શકે છે.
2/6
જો તમે પરીક્ષા આપતી વખતે તમારા સમયનો યોગ્ય ઉપયોગ નહીં કરો તો તમે છેલ્લા કલાકમાં પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપવામાં ઉતાવળ કરી શકો છો અથવા કેટલાક પ્રશ્નો અધૂરા પણ છોડી શકો છો. આ સ્થિતિમાં પરીક્ષા પહેલા ટાઇમ મેનેજમેન્ટની પ્રેક્ટિસ કરીને આ ભૂલ ટાળી શકાય છે.
3/6
4/6
પરીક્ષા દરમિયાન ઘણા બાળકો આ ભૂલ કરતા હોય છે. પરીક્ષાની આગલી રાત્રે બધું યાદ રાખવાનો પ્રયાસ કરવાથી બાળકનું મન મૂંઝવણમાં મુકાય છે. આથી જ્યારે તે પરીક્ષા આપવા બેસે છે ત્યારે તેને તૈયાર કરેલું કંઈ યાદ નથી રહેતું. આ સ્થિતિમાં નાના બ્રેક લઈને તમારા બધા પાઠ યાદ રાખવાનો પ્રયાસ કરો.
5/6
ચેપ્ટરની રિવિઝન નહીં કરવાથી પરીક્ષામાં બધું ભૂલી જવાની શક્યતા રહે છે. જે ક્યારેક બાળકને નપાસ પણ કરાવી શકે છે. રિવિઝન કરવાથી યાદશક્તિમાં સુધારો આવે છે અને પરીક્ષામાં સારા ગુણ મેળવવાની શક્યતા વધે છે. આ સ્થિતિમાં તમારી નોટ્સ નિયમિતપણે વાંચો જેથી તમે જે વાંચ્યું છે તે યાદ રાખવામાં મદદ મળે.
6/6
પરીક્ષાના દિવસે નાસ્તો સ્કિપ કરવાથી શરીરની ઉર્જા ઓછી થાય છે અને બાળક દિવસભર થાક અને નબળાઈ અનુભવે છે. જેના કારણે તે પેપર પર સંપૂર્ણ ફોકસ કરી શકતુ નથી. જેથી પરીક્ષાના સમયે આ ભૂલ કરવાનું ટાળો. પરીક્ષા આપતા પહેલા હંમેશા સવારે હળવો, પૌષ્ટિક નાસ્તો કરીને ઘરેથી નીકળો. આ નાસ્તો તમને ફક્ત ધ્યાન કેન્દ્રિત નથી રાખતો પણ તમે જે સિલેબસ યાદ રાખ્યો હોય તેના વિશે સ્પષ્ટ રીતે વિચારવામાં પણ મદદ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ